Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: ઉત્તરાયણ પર્વ દરમ્યાન ઘાયલ પક્ષીઓ માટે સારવારનો અવિરત પ્રવાહ..

ઘાયલ પક્ષીઓને બચાવવા માટે અમદાવાદ દરિયાપુર વિસ્તારમાં કરુણા અભિયાન હેઠળ દવાખાનું ચાલુ કરવામાં આવ્યું હતુ

X

રાજયભરમાં ઉતરાયણનો તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે. પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને તેના મૃત્યુ થવાના બનાવો બનતા હોય છે ત્યારે ઘાયલ પક્ષીઓને બચાવવા માટે અમદાવાદ દરિયાપુર વિસ્તારમાં કરુણા અભિયાન હેઠળ દવાખાનું ચાલુ કરવામાં આવ્યું હતુ

રાજ્યભરમાં ઘાયલ પક્ષીઓ માટે કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે શહેરના દરિયાપુર વિસ્તારમાં પણ ખાનગી દવાખાનું ચાલુ કરવામાં આવ્યું છે સર્વ ધર્મ ટ્રસ્ટ તરફથી અહી તમામ સેવાઓ આપવામાં આવે છે અહી આધુનિક ઓપરેશન થિયેટર પણ કાર્યરત કરવામાં આવ્યું છે જેમાં ૧૦ થી વધુ વેટરનરી ડોક્ટર સેવા આપી રહ્યા છે ડિસેમ્બર મહિના થી કાર્યરત થયેલ આ દવાખાનું અહીં જાન્યુઆરી મહિના સુધી કાર્યરત રહે છે વેટરનરી ડોકટરોની ટીમ પશુ દવાખાનામાં સતત કાર્યરત રહીને પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓની અદ્યતન સારવાર-સુશ્રુષા જેવી કે સોનોગ્રાફી, પેથોલોજી, ઓપરેશન કરાય છે.

સતત ૧૯ વર્ષથી અહી લોકો સેવા આપે છે સૌથી વધારે ઘાયલ થઈને આવનાર પક્ષી કબૂતર હોય છે અહી પક્ષી ની સારવાર બાદ જો ગંભીર જણાય તો એક આઇસિયું સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યું છે માત્ર સારવાર નહીં પણ સ્વયંસેવકો એમ્બ્યુલન્સ સાથે પણ તૈનાત રહે છે અને હેલ્પલાઇન નંબર પર જેવો કોલ મળે તાત્કાલિક રેસ્ક્યૂ માટે દોડી જાય છે

Next Story