/connect-gujarat/media/post_banners/0443337f29ac649dfa10686ade50ddeb445a25546353bda9b81873c38b68a3e5.jpg)
ગુજરાતના સૌથી મોટા રાજકીય જંગ એવા બીજા તબક્કામાં વિધાનસભાની ચૂંટણી માટેના પ્રચારનો આજે અંતિમ દિવસ છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પણ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તેવામાં અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 12 કિમી લાંબો રોડ-શો યોજાયો હતો.
ગુજરાતમાં બીજા તબક્કામાં વિધાનસભાની ચૂંટણી માટેના પ્રચાર પડઘમ આજે સાંજે 5 વાગ્યાથી શાંત થઈ જશે. જોકે, ઉમેદવારો માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકે છે, ત્યારે બીજા તબક્કાના મતદાનના પ્રચારના અંતિમ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અમદાવાદમાં ઝંઝાવાતી રોડ-શો યોજાયો હતો. ચેનપુરથી ઓગણજ ગામ સુધી 12 કિલોમીટર સુધીના રોડશોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે પ્રચાર શાંત થાય તે પહેલા દરેક રાજકીય પાર્ટીઓએ પોતાની પૂરી તાકાત લગાવી છે. મતદાતાઓને રિઝવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં પ્રચાર કરવા નીકળ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ચેનપુર બુટ ભવાની મંદિરે દર્શન કરી રોડ શોની શરૂઆત કરી હતી. ચેનપુરથી જગતપુર, વંદે માતરમ, ચાંદલોડિયામાં થઈને રોડ-શો આગળ વધ્યો હતો. તો ગોતા અને ઓગણજ સહિતના વિસ્તારમાં રોડ-શો પૂર્ણ થયો હતો. અમદાવાદની તમામ બેઠકોને આવરી લેતા આ રોડ-શો દરમ્યાન મુખ્યમંત્રીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.