અમદાવાદ: આડેધડ વાહન પાર્ક કરતા પહેલા ચેતી જજો, જુઓ શું થઈ શકે છે કાર્યવાહી

પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક વિભાગની ટીમો દ્વારા આડેઘડ પાર્કિંગ કરી નાગરિકો ખરીદી કરવા જતા ના રહે તે અંગે વિશેષ ધ્યાન રાખવામાં આવશે.

New Update
અમદાવાદ: આડેધડ વાહન પાર્ક કરતા પહેલા ચેતી જજો, જુઓ શું થઈ શકે છે કાર્યવાહી

દિવાળીના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે કોરોનાકાળ બાદ બે વર્ષ પછી હર્ષો ઉલ્લાસ સાથે લોકો દિવાળીની ખરીદી માટે રસ્તા પર મોટી સંખ્યામાં નીકળતા નજરે પડે છે. ત્યારે પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક વિભાગની ટીમો દ્વારા આડેઘડ પાર્કિંગ કરી નાગરિકો ખરીદી કરવા જતા ના રહે તે અંગે વિશેષ ધ્યાન રાખવામાં આવશે. સાથે-સાથ 16 ક્રેન, 3000 ફોર વ્હિલર ક્લેમ, 5 સ્પીડ ગનનો ઉપયોગ કરી દંડાત્મક કાર્યવાહી કરશે. જે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસના 2 DCP, 5 ACP, 9 PI, 15 PSI, 2293 ટ્રાફિક પોલીસકર્મી, 1800 TRB, 253 હોમગાર્ડની મદદથી ટ્રાફિક વ્યવસ્થા સાંભળવામાં આવશે.

અમદાવાદ ટ્રાફિક જોઈન્ટ કમિશનર મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ટ્રાફિકની સમસ્યાથી નાગરિકોને પરેશાની ના થાય તે માટે અમે તૈયારી કરી છે. અમારી પાસે 3 હજાર કલેમ્પ,15 ક્રેઇન છે તેની મદદથી અમે રોડ પરના વાહનોને ટો કરવામાં આવશે. અમારી પાસે 5 હજાર કેમેરા છે જેમાંથી 2300 કેમેરા ટ્રાફિક માટેના છે. જ્યાં પણ ટ્રાફિક જામ થશે અને ખોટી રીતે પાર્ક કરનાર સામે પગલાં લેવામાં આવશે. સાથે જ સ્પીડમાં વાહન ચાલક માટે ગન સ્પીડર પણ છે

Latest Stories