Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : કોરોના ટેસ્ટ કરાવવા લોકો તો આવ્યાં પણ સ્ટાફ જ ગેરહાજર

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ હોય તેમ કેસોમાં ભારે ઉછાળો આવ્યો છે. રાજયમાં ગઇકાલે કોરોનાના કેસનો આંકડો દૈનિક એક હજાર કેસને પાર કરી ગયો છે.

X

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ હોય તેમ કેસોમાં ભારે ઉછાળો આવ્યો છે. રાજયમાં ગઇકાલે કોરોનાના કેસનો આંકડો દૈનિક એક હજાર કેસને પાર કરી ગયો છે. કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા માટે અમદાવાદમાં ટેસ્ટીંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. ઠેર ઠેર ઉભા કરાયેલાં સેન્ટરમાં કોરોનાના ટેસ્ટની સાથે વેકસીન આપવામાં આવી રહી છે. કનેકટ ગુજરાતની ટીમે ટેસ્ટીંગ સેન્ટરોની મુલાકાત લઇ ત્યાંની પરિસ્થિતિ ચકાસી હતી.

કોરોનાના કેસ સૌથી વધારે આવ્યાં છે તેવા ઘાટલોડીયાના ટેસ્ટીંગ સેન્ટર પર લોકો ટેસ્ટ કરાવવા માટે આવતાં હતાં પણ સ્ટાફ જ હાજર ન હતો. આવી જ હાલ અમદાવાદના પ્રભાતચોક ચાર રસ્તા વિસ્તારના ટેન્ટની પણ જોવા મળી..કર્મચારીઓ હાજર નહિ હોવાથી લોકોને ધકકો ખાવાનો વારો આવી રહયો છે. અમારા રીયાલીટી ચેકમાં જાણવા મળ્યું કે સવારે 9 વાગે ટેન્ટ ચાલુ કરવાનો હોય છે પણ ટેન્ટ તો સિકયુરીટી ગાર્ડ દ્વારા ખોલવામાં આવે છે અને કર્મચારીઓ તો સવારે 11 વાગ્યા પછી આવે છે. એક નાગરિકે સવારથી ત્રણ વાર ધક્કા ખાધા પરંતુ ટેસ્ટ કરવા માટે કોઇ કર્મચારી જ હાજર નથી.

Next Story