Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : વાંસદાના ધારાસભ્ય પર થયેલા હુમલા મુદ્દે રાજનીતિ ગરમાઈ, કોંગ્રેસનું હલ્લાબોલ...

ગુજરાતમાં જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ રાજકારણ પણ ગરમાઇ રહ્યું છે. તેવામાં ગુજરાત કોંગ્રેસ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે.

અમદાવાદ : વાંસદાના ધારાસભ્ય પર થયેલા હુમલા મુદ્દે રાજનીતિ ગરમાઈ, કોંગ્રેસનું હલ્લાબોલ...
X

નવસારી-વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલાને લઈ ગુજરાત કોંગ્રેસ આક્રમક બની છે, ત્યારે આ હુમલો ભાજપના ઇશારે થયો હોવાના આક્ષેપ સાથે અમદાવાદ કલેકટર કચેરી ખાતે શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

ગુજરાતમાં જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ રાજકારણ પણ ગરમાઇ રહ્યું છે. તેવામાં ગુજરાત કોંગ્રેસ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો છે. કોંગી ધારાસભ્ય અનંત પટેલ ખેરગામમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. તે દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલો ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરાયો હોવાનો ગુજરાત કોંગ્રેસે આક્ષેપ કર્યો છે, ત્યારે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યકરો અને હોદ્દેદારો રેલી યોજી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. "ભાજપ હોશ મે આઓ" અને "તાનાશાહી નહીં ચલેગી" જેવા સૂત્રોચાર સાથે રેલી કલેકટર કચેરી ખાતે પહોચી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ નિરવ બક્ષીએ જણાવ્યું હતું કે, ભાજપ ડરી ગઈ છે, અને અનંત પટેલ આદિવાસી નેતા છે. તેઓ વર્ષોથી સમાજના પ્રશનોને લઈ લડતા આવ્યા છે. રાજ્યમાં લોકશાહીનું ચિરહરણ કરવામાં આવી રહ્યું છે. આ એક હિચકારી કૃત્ય છે. ભાજપ સત્તાની મદમાં આવી ગયું છે. આમ અનંત પટેલ પર થયેલા હુમલાને લઈ રાજ્યમાં રાજનીતિ ગરમાઈ છે.

Next Story