અમદાવાદ : મતદાન જાગૃતિ અર્થે "રન ફોર વોટ" મેરેથોન યોજાય, અચૂક મતદાન કરવા લોકોને તંત્રની અપીલ

રિવરફ્રન્ટ ખાતે "રન ફોર વોટ" મેરેથોનનું આયોજન, લોકો અચૂક મતદાન કરે તે માટે તંત્રએ અપીલ કરી

New Update
અમદાવાદ : મતદાન જાગૃતિ અર્થે "રન ફોર વોટ" મેરેથોન યોજાય, અચૂક મતદાન કરવા લોકોને તંત્રની અપીલ

ગુજરાતમાં ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મતદાન જાગૃતિ અર્થે અમદાવાદના રિવરફ્રન્ટ વલ્લભ સદન ખાતે મેરેથોન "રન ફોર વોટ" દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોન દોડમાં મોટી સંખ્યામાં અમદાવાદના નાગરિકો ઉમટી પડ્યા હતા.

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આજે આવનારી ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે રન ફોર વોટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ જિલ્લા કલેક્ટર ધવલ પટેલે લીલી જંડી બતાવી મેરેથોન દોડને આગળ ધપાવી હતી. લોકોમાં મતદાન અર્થે શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. મતદાનના દિવસે અવશ્ય મતદાન કરવામાં આવશે સાથે ધર્મ, જાતિ તેમજ કોઈપણ ભેદભાવ રાખ્યા વગર મતદાન કરવા લોકોને અપીલ કરાય હતી. મેરેથોન દરમ્યાન અમદાવાદના કલેક્ટર, મહાનગરપાલિકાના શાસન અધિકારી સહિત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા.