અમદાવાદ : રખડતા ઢોરના માલિક શોધવા તંત્રનો 'સ્માર્ટ' પ્લાન, AI અને CCTVથી પશુનું કરાશે સ્કેનિંગ

પશુના ચહેરાના વિશિષ્ટ લક્ષણો અને આંખોના ડેટા દ્વારા સિસ્ટમ તુરંત તેની ઓળખ પ્રસ્થાપિત કરશે. આ ટેકનોલોજીને શહેરના 7,000થી વધુ CCTV કેમેરા સાથે સાંકળવામાં આવી છે

New Update
  • રસ્તા રઝળતા પશુઓથી થશે મુક્ત

  • ઢોરના માલિકોને શોધવા માટે સ્માર્ટ પ્લાન

  • AI અને CCTVથી પશુનું કરાશે સ્કેનિંગ

  • સ્માર્ટ કેમેરા અને હાઈ-ટેક ડેટાબેઝનો થશે ઉપયોગ

  • પશુ માલિકોની બેજવાબદારી પર લગામ કસાશે  

અમદાવાદના રસ્તાઓ હવે રઝળતા પશુઓના ત્રાસથી મુક્ત અને સુરક્ષિત બનશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળશહેરની વર્ષો જૂની આ સમસ્યાનો ઉકેલ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા લાવવામાં આવશે. સ્માર્ટ કેમેરા અને હાઈ-ટેક ડેટાબેઝના સમન્વયથી પશુ માલિકોની બેજવાબદારી પર લગામ કસાશે.

અમદાવાદ હવે દેશનું એવું શહેર બનશે જ્યાં રસ્તા પર રઝળતા પશુઓને AI કેમેરા ક્ષણભરમાં ઓળખી લેવામાં આવશે.પશુના ચહેરાના વિશિષ્ટ લક્ષણો અને આંખોના ડેટા દ્વારા સિસ્ટમ તુરંત તેની ઓળખ પ્રસ્થાપિત કરશે. આ ટેકનોલોજીને શહેરના 7,000થી વધુ CCTV કેમેરા સાથે સાંકળવામાં આવી છેજે 'રિયલ ટાઈમ મોનિટરિંગદ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને પશુઓની સચોટ માહિતી પહોંચાડશે.

શહેરમાં અત્યાર સુધી 1.10 લાખ પશુઓમાં RFID ચિપ લગાવવામાં આવી છે. જ્યારે પણ કોઈ પશુ જાહેર માર્ગ પર દેખાશેત્યારે AI સ્કેનિંગ દ્વારા ડેટાબેઝમાંથી તેના માલિકની વિગતો મેળવી સીધો દંડ કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વાહનચાલકો માટે આ રાહતના સમાચાર છેકારણ કે પશુઓના કારણે સર્જાતા જીવલેણ અકસ્માતોમાં હવે નોંધપાત્ર ઘટાડો થશે.

સ્માર્ટ સિટી અમદાવાદ ટેકનોલોજીના ઉપયોગમાં હવે અગ્રેસર બન્યું છે. આ પ્રોજેક્ટથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને પશુઓના કારણે થતી દુર્ઘટનાઓ પર અંકુશ આવશે. સુરક્ષિત મુસાફરી અને સુવ્યવસ્થિત શહેર તરફનું આ એક મજબૂત અને પ્રેરણાદાયી કદમ છે.

Latest Stories