અમદાવાદ : એટીએસના સફળ સુકાની હિમાંશુ શુકલા, 5 વર્ષમાં 1,323 કરોડ રૂા.નું ડ્રગ્સ ઝડપ્યું

કચ્છમાં 3 હજાર કિલો ડ્રગ્સ નું કન્ટેનર પકડાયા બાદ સલાયામાંથી રૂ. 315 કરોડ અને ગત રાત્રે મોરબીના ઝીંઝુડામાંથી રૂ. 600 કરોડ નો ડ્રગ્સનો જથ્થો પકડાયો

New Update
અમદાવાદ : એટીએસના સફળ સુકાની હિમાંશુ શુકલા, 5 વર્ષમાં 1,323 કરોડ રૂા.નું ડ્રગ્સ ઝડપ્યું

દેશમાં ડ્રગ્સની સાથે એનસીબીના અધિકારી સમીર વાનખેડે પણ ચર્ચામાં છે અને હવે આ યાદીમાં એક નામ ઉમેરાયું છે અને તે છે ગુજરાત એટીએસના વડા હિમાંશુ શુકલા રાજયમાં પોલીસ એક પછી એક ડ્રગ્સ માફીયાઓને પકડી રહી છે. ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન બાદ હર્ષ સંઘવીને ગૃહમંત્રી બનાવાયા બાદ પોલીસ વિભાગમાં નવો જોમ અને જુસ્સો જોવા મળી રહયો છે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાંથી કરોડો રૂપિયાની કિમંતના ડ્રગ્સને ઝડપી લેવાયું છે. આ ડ્રગ્સને ઝડપવા પાછળ ગુજરાત એટીએસના એક અધિકારીનો મોટો ફાળો રહ્યો છે. આ અધિકારી બીજુ કોઇ નહી પણ ગુજરાત એટીએસના વડા હિમાંશુ શુકલા છે. તેમની આગેવાનીમાં છેલ્લા 5 વર્ષમાં 1323 કરોડ 27 લાખ 90 હજાર 941 રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. છેલ્લા ત્રણેક મહિનાથી ગુજરાત ડ્રગ્સની હેરાફેરી કારણે ચર્ચામાં આવ્યું છે.

કચ્છમાં 3 હજાર કિલો ડ્રગ્સ નું કન્ટેનર પકડાયા બાદ સલાયામાંથી રૂ. 315 કરોડ અને ગત રાત્રે મોરબીના ઝીંઝુડામાંથી રૂ. 600 કરોડ નો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. છેલ્લા ચાર દિવસમાં રૂ. 900 કરોડથી વધુના દ્વારકાના દરિયાકાંઠે પાકિસ્તાનથી મોકલાયેલાં ડ્રગ્સના જથ્થાને ગુજરાતમાં ઉતારવામાં આવ્યો છે. હિમાંશુ શુકલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પણ કામ કરી ચુક્યા છે. માત્ર ડ્ર્ગ્સ નહિ પણ હિમાંશુ શુકલાની આગેવાનીમાં અનેક ખૂંખાર આતંકી પણ એટીએસની ગિરફ્તમાં આવી ગયા છે.