Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : 'અસમાજિક તત્વોની આતંકીગીરી',ધોળા દિવસે ભાજપ કાર્યકરની અંગત અદાવતમાં હત્યા કરાઈ

શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. શહેરના ખાડિયા વિસ્તારમાં ધોળા દિવસે ભાજપના કાર્યકર્તાની હત્યા કરી દેવાઈ છે.

અમદાવાદ : અસમાજિક તત્વોની આતંકીગીરી,ધોળા દિવસે ભાજપ કાર્યકરની અંગત અદાવતમાં હત્યા કરાઈ
X

અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. શહેરના ખાડિયા વિસ્તારમાં ધોળા દિવસે ભાજપના કાર્યકર્તાની હત્યા કરી દેવાઈ છે. અમદાવાદ કુખ્યાત મોન્ટુ નામદાર સહિત 5 વ્યક્તિને મૃતક બોબી પર બેઝબોલના દંડા અને લાકડીના ફટકા મારી હત્યા કરી છે.

મળતી માહિતી અનુસાર, આરોપી મોન્ટુ નામદાર 30 વર્ષ પહેલાં પિતરાઈ બહેન નમ્રતા સાથે લગ્ન કર્યા હતા. જેમાં નમ્રતાના પરિવાર લગ્નનો સ્વીકાર કર્યો નહોતો. તેને લઇ કૌટુંબિક ઝઘડો ચાલતો હતો. આ ઝઘડાની અદાવત રાખીને બોબીની હત્યા કરવામાં આવી છે. આ અગાઉ પણ મોન્ટુ કૌટુંબિક ઝઘડામાં એક હત્યા કરી હતી. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરવા આગળની તપાસ હાથ ધરી છે.આંબાવાડીમાં રહેતા અને ગાંધીરોડ પર કેબલ ઓપરેટરનો વ્યવસાય કરતા રાકેશ ઉર્ફે બોબી મહેતાની ધોળા દિવસે હત્યા કરી દેવાઈ છે. હત્યાના આ બનાવને લઈને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરંતુ હત્યા કરનારા નામ બોલવા પોળના સ્થાનિક લોકો તૈયાર ન હતા.

જો કે પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે હત્યા કરનાર કુખ્યાત મોન્ટુ નામદાર હતો. ત્યારે ધટનાની જો વિગતે વાત કરીએ તો મૃતક રાકેશ ઉર્ફે બોબીને આરોપી મોન્ટુ નામદાર સહિત અજાણ્યા પાંચ જેટલા શખ્સો ખાડીયા હજીરા ની પોળમાં આવેલા ચોક પર જાહેરમાં બેઝબોલ દંડા અને લાકડીઓ ફટકા થી માર મારતા હતા. તેવામાં મૃતકનો મિત્ર પવન ગાંધી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને રાકેશને માર મારતા જોઈ ગયા તેવામાં હત્યારાઓ ત્યાંથી ફરાર થઈ ગયા. જો કે રાકેશને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને ત્યાં હાજર ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો. ત્યારે હવે આ મામલે ખાડીયા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે .

Next Story