અમદાવાદ : શહેરના વિવિધ કલબોમા ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ, લોકો થયા નિરાશ.

ફરીથી કોરોનાનું સંક્રમણ ના વધે તે હેતુસર શહેરની રાજપથ, કર્ણાવતી અને YMCA ક્લબમાં હોળીની ઉજવણી પર લાગવાયો પ્રતિબંધ.

New Update
અમદાવાદ : શહેરના વિવિધ કલબોમા ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ, લોકો થયા નિરાશ.

અમદાવાદમાં ફરીથી કોરોનાનું સંક્રમણ ના વધે તે હેતુસર શહેરની રાજપથ, કર્ણાવતી અને YMCA ક્લબમાં હોળીની ઉજવણી પર લાગવાયો પ્રતિબંધ .

રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો થતા સરકાર દ્વારા નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે. અમદાવાદ ક્લબ દ્વારા હોળી પર્વને લઈને મોટો નિર્ણય લેવાયો છે. શહેરના નામાંકિત ક્લબો જેવી કે રાજપથ, કર્ણાવતી અને YMCA ક્લબમાં હોળીની ઉજવણી નહીં કરાય.રાજ્યમાં કોરોનાનું હજુ પણ આવનજાવન ચાલુ જ છે. ત્યારે એ પરિસ્થિતિને જોતા શહેરની આ નામાંકિત ક્લબો જનતાના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. કારણ કે જો હોળી ધૂળેટીની ઉજવણી કરવા માટે ફરીથી લોકો એકત્ર થશે તો ફરીથી શહેરમાં કોરોનાના કેસ વધવાની શક્યતાઑ રહેશે. આથી જનતાના સ્વાસ્થ્યને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે.

Latest Stories