Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : આવેદનપત્ર લેવા કલેકટર હાજર ન હતાં, કોંગ્રેસના આગેવાનો થયા લાલઘુમ

અમદાવાદમાં કોંગ્રેસના ધારાસભ્ય સહિતના આગેવાનો કલેકટરને આવેદનપત્ર આપવા પહોંચ્યાં હતાં પણ કલેકટર ચેમ્બરમાં હાજર નહિ હોવાથી આગેવાનોએ ચેમ્બરના દરવાજા પર આવેદનપત્ર ચીપકાવી દઇ રોષ ઠાલવ્યો હતો.

X

અમદાવાદમાં કોંગ્રેસના ધારાસભ્ય સહિતના આગેવાનો કલેકટરને આવેદનપત્ર આપવા પહોંચ્યાં હતાં પણ કલેકટર ચેમ્બરમાં હાજર નહિ હોવાથી આગેવાનોએ ચેમ્બરના દરવાજા પર આવેદનપત્ર ચીપકાવી દઇ રોષ ઠાલવ્યો હતો.

રાજયમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને 50 હજાર નહિ પણ ચાર લાખ રૂપિયાનું વળતર ચુકવવાની માંગ સાથે સોમવારે કોંગ્રેસે રાજયવ્યાપી કાર્યક્રમો યોજયાં હતાં. અમદાવાદમાં કલેક્ટરને આવેદન પત્ર આપવા આવેલા કોંગ્રેસ નેતાઓએ જ્યારે કલેકટર ના મળ્યા તો કલેકટર ઓફિસની બહાર દરવાજા પર આવેદનપત્ર ચિપકાવી દીધું હતું. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, આવેદન પત્ર અંગે કલેકટરનો સમય લેવામાં આવ્યો હતો પણ કલેકટર ચેમ્બરમાં હાજર ન હતાં. ધારાસભ્ય શૈલેષ પરમારે આરોપ લગાવ્યો કે જે કલેકટરને ધારાસભ્યોને મળવાનો સમય નથી તેણે પદ પર રહેવાનો અધિકાર નથી. અમદાવાદ કલેકટર ઓફિસમાં સામાન્ય જનતાના કામો થતા નથી અને માત્ર સતાધારી પક્ષના કાર્યો કરવામાં અધિકારીઓને રસ છે.

Next Story