Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : બ્યુટીપાર્લર સંચાલક યુવતી ઉપર ટીકટોક સ્ટાર કિર્તિ પટેલનો જાનલેવા હુમલો

સુરતની કિર્તિ પટેલ સામે અમદાવાદમાં મારામારીની ફરિયાદ નોંધાઇ છે. બ્યુટીપાર્લર ચલાવતી યુવતીને કિર્તી પટેલ પાઇપ મારી ઇજા પહોંચાડી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે......

X

સુરતની કિર્તિ પટેલ સામે અમદાવાદમાં મારામારીની ફરિયાદ નોંધાઇ છે. બ્યુટીપાર્લર ચલાવતી યુવતીને કિર્તી પટેલ પાઇપ મારી ઇજા પહોંચાડી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે...

સુરતની કીર્તિ પટેલ થોડા સમય પહેલા ટિકટોકથી ફેમસ થઈ હતી. બાદમાં સુરતમાં તેની સામે પોલીસ કાર્યવાહી થઈ હતી. જોકે હવે કીર્તિ પટેલ એટલી હદે પહોંચી ગઈ છે કે તે ગુનાની દુનિયામાં પણ ફેમસ થઈ છે તેવું કહેવુ ખોટું નથી. અમદાવાદના એસજી હાઇવે પર એક યુવતીને પાઈપથી માર માર્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં રાણીપ ખાતે રહેતી કોમલ પંચાલ બ્યુટી પાર્લર ચલાવે છે. કોમલ અને કિર્તી વચ્ચે ઇનસ્ટ્રાગ્રામ પર લાઇવ બાબતે ઝગડો થયો હતો. ફરીયાદી કોમલ એસ.જી.હાઈવે કર્ણાવતી ક્લબ પાસે ચા પીવા માટે ગઇ હતી. આ સમયે કિર્તી પટેલ અને તેના સાગરિતોએ તેના પર હુમલો કર્યો હતો અને કારના કાચ પણ તોડી નાંખ્યાં હતાં. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story