Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ભાઈ વિનાની બહેનો માટે વટવા પોલીસની પહેલ, જુઓ રક્ષાબંધનના પર્વે કેવું કર્યું આયોજન..!

વટવા પોલીસ દ્વારા રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન, ભાઈ વિનાની બહેનોએ બાંધી પોલીસકર્મીઓને રાખડી

X

રક્ષાબંધનના પર્વ નિમિત્તે અમદાવાદ પોલીસ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે યુવતી કે, મહિલાને પોતાનો ભાઈ ન હોય તેઓએ પોલીસને ભાઈ તરીકે રાખડી બંધાવી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. વટવા પોલીસનો આ ઉમદા કાર્યક્રમ જનતામાં વિશ્વાસ વધારવા માટે કરવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક મહિલાઓ અને કિશોરીઓએ વટવા પોલીસ મથકના અધિકારી અને કર્મચારીઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

વટવા પોલીસ દ્વારા યોજવામાં આવેલ રક્ષાબંધનના કાર્યક્રમને પગલે ભાઈ વિના વિલાયેલા મોઢે બેઠેલી અનેક બહેનોના મુખ પર રાખડી બાંધીને ખુશી છવાઈ ગઈ હતી. સાથે જ રક્ષાબંધનના દિવસે તમામ પોલીસ ભાઈઓએ રાખડી બાંધનાર બહેનોને રક્ષાનું વચન આપ્યું હતું. વટવા પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સ્થાનિક વિસ્તારની અંદાજે 250થી 300 જેટલી બહેનો પોલીસ કર્મચારીઓને રાખડી બાંધી હતી. સાથે જ અલગ કોમના લોકો વચ્ચે કોમી એખલાસનો સંદેશો જાય અને બધા એકબીજા સાથે હળી મળીને રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

Next Story