New Update
/connect-gujarat/media/post_banners/ac8e4cde4eb5890c7abd313125564dcc9fe5a45e2abc327d5636b8f13768a5c1.jpg)
રાજ્ય સરકાર દ્વારા અમદાવાદનાં જ.એમ.ડી.સી.ગ્રાઉન્ડમાં વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે.
નવરાત્રિને લઇને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ વર્ષે રાજ્યમાં અંબાજી, બહુચરાજી, પાવાગઢ અને ચોટીલા સહિત નવ શક્તિપીઠો પર ગરબાનું આયોજન કરાશે. તદુપરાંત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ ગરબાનું ભવ્ય આયોજન કરવા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા વાયબ્રન્ટ નવરાત્રીને લઈને GMDC ગ્રાઉન્ડમાં સ્ટેજ અને ડોમ બનાવવા સહિતની તૈયારી શરૂ કરવામાં આવી છે.હાલ આખર સમયની તૈયારીઓ ચાલી રહી છે.જી.એમ.ડી.સી.ગ્રાઉન્ડમાં યોજાનાર વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવને આવતીકાલે સાંજે 7 કલાકે સી.એમ.ભુપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે. જે માટેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે
Related Articles
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/08/13/brc-2025-08-13-21-48-04.jpg)
LIVE