પતિ-પત્નીના અણબનાવનો કરુણ અંજામ
વાડજમાં બની દર્દનાક ઘટના
બહેન સાથે બનેવીના થતા હતા ઝઘડા
સાળાઓએ ઝઘડાને આપ્યું હિંસક સ્વરૂપ
બનેવીને પાંચમાં માળેથી નીચે ફેંકી દીધા
બનેવીનું નીપજ્યું મોત,પોલીસ તપાસ શરૂ
અમદાવાદના વાડજમાં બહેન સાથે જીજાના અણબનાવમાં ઝઘડાએ હિંસક સ્વરૂપ લેતા સાળાઓએ ગુસ્સામાં પોતાના બનેવીને એપાર્ટમેન્ટના પાંચમાં માળેથી નીચે ધક્કો મારી દીધો હતો. પાંચમાં માળેથી નીચે પટકાતા બનેવીનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું.
અમદાવાદના વાડજ વિસ્તારમાં રહેતા રિક્ષા ચાલક ભાવેશ મકવાણા સાથે કૌટુંબિક ઝઘડામાં એક ગંભીર ઘટના બની હતી, જ્યાં બે સાળાઓએ મળીને પોતાના બનેવી ભાવેશ મકવાણાની નિર્મમ હત્યા કરી નાખી છે. મૃતક અને તેની પત્ની વચ્ચે કોઈ બાબતે લાંબા સમયથી અણબનાવ ચાલતો હતો. આ ઝઘડામાં બહેનના ભાઈઓ હસ્તક્ષેપ કરવા આવ્યા હતા. મામલો પતાવવાને બદલે વાત ઉગ્ર બની હતી અને ઉશ્કેરાટમાં આવીને સાળાઓએ એક અમાનવીય કૃત્ય કર્યું હતું, જેનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ઝઘડાએ હિંસક સ્વરૂપ લેતાં સાળાઓએ ગુસ્સામાં પોતાના બનેવીને એપાર્ટમેન્ટના પાંચમાં માળેથી નીચે ધક્કો મારી દીધો હતો. પાંચમાં માળેથી નીચે પટકાતા બનેવીનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.
આ ગંભીર બનાવની જાણ થતાં જ વાડજ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સાળાઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી હતી.