Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદીઓ અટલ બ્રિજ પર ના જતાં, કેમકે એકજ વર્ષમાં કાચ પર પડવા લાગી છે તીરાડો

હાલ તંત્ર દ્વારા તકેદારીનાં ભાગરૂપે તાત્કાલિક ધોરણે તૂટેલા કાચની આજુબાજુ બેરીકેટ મુકવામાં આવ્યા છે. ત્યારે અટલ

અમદાવાદીઓ અટલ બ્રિજ પર ના જતાં, કેમકે એકજ વર્ષમાં કાચ પર પડવા લાગી છે તીરાડો
X

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જ અમદાવાદવાસીઓને એક નવા નજરાણાની ભેટ આપી હતી. ત્યારે રિવર ફ્રન્ટ પર આવેલ અટલ બ્રિજમાં અચાનક જ કાચ તૂટી જતા લોકોમાં ભય ફેલાઈ જવા પામ્યો હતો. ત્યારે હજુ બ્રિજ બન્યાના 1 વર્ષની અંદર તૂટ્યો કાચ તૂટ્યો છે ત્યારે કામગીરી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. ત્યારે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે હાલ બેરિકેટ લગાવી તંત્રએ માન્યો સંતોષ છે. મુલાકાતીઓને કાચથી દૂર રહેવા તંત્રએ સૂચના આપી છે. હાલ તંત્ર દ્વારા તકેદારીનાં ભાગરૂપે તાત્કાલિક ધોરણે તૂટેલા કાચની આજુબાજુ બેરીકેટ મુકવામાં આવ્યા છે. ત્યારે અટલ, બ્રિજ બન્યાને હજુ એક વર્ષ પણ થયુંં નથી. થયું ત્યાંજ કાચ તૂટતાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે

બ્રિજની વિશેષતા

• બ્રિજ ઉપર વુડન ફલોરીંગ અને ગ્રેનાઈટ ફલોરીંગ

• 2600 મેટ્રિક સ્ટીલનું વજન

• 300 મીટર બ્રિજની લંબાઈ

• 100 મીટર વચ્ચેનો સ્પાન

• RCC પાઈલ ફાઉન્ડેશન અને સ્ટીલ સપોર્ટ

• પ્લાન્ટર તથા સ્ટેઇનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલીંગ

• ચંપો, લોન અને ગ્રાસનું પ્લાન્ટેશન

• વચ્ચેના ભાગે પતંગ આકારના સ્કલ્પચર

• વચ્ચેના ભાગે 10 મીટરથી 14 મીટરની પહોળાઈમાં ફૂડ કીઓસ્ક અને બેઠક વ્યવસ્થા

• બ્રિજ પર બેસવા માટે પણ વ્યવસ્થા

• ફૂટ ઓવરબ્રિજ પર વચ્ચેના ભાગે વુડન ફલોરિંગ બાકીના ભાગે ગ્રેનાઇટ ફલોરિંગ

• ઈવેન્ટ ગ્રાઉન્ડ, કલર ચેન્જ થઈ શકે એવી ડાઈનેમિક LED લાઈટ

• 74 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયો ફૂટ ઓવરબ્રિજ

Next Story