અહો આશ્ચર્ય! 500 દરની ચલણી નોટો પર મહાત્મા ગાંધીજીના બદલે અનુપમ ખેરનો ફોટો

અમદાવાદમાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ફોટાને બદલે 500 રૂપિયાની નોટ પર અભિનેતા અનુપમ ખેરનો ફોટો છપાયેલા નકલી ચલણનો પર્દાફાશ થયો છે.

a
New Update

અમદાવાદમાંથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ફોટાને બદલે 500 રૂપિયાની નોટ પર અભિનેતા અનુપમ ખેરનો ફોટો છપાયેલા નકલી ચલણનો પર્દાફાશ થયો છે. અને પોલીસે હાલમાં આ નકલી 500ના દરની ચલણની નોટોને કબ્જે લઈને વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદના માણેકચોકમાં બુલિયન ટ્રેડીંગ કરતા વેપારી પાસેથી રૂપિયા 1.60 કરોડની કિંમતનું સોનું ખરીદવાના નામે રૂપિયા 1.30 કરોડની ચૂકવણી પેટે 500ના દરની બનાવટી ચલણી નોટો આપનાર ગઠિયાઓને ઝડપી લેવા માટે પોલીસે અન્ય રાજ્યોમાં તપાસ શરૂ કરી છે.ત્યારે પોલીસે જપ્ત કરેલી નકલી નોટોમાં આરોપીઓએ ગાંધીજીના બદલે અનુપમ ખેરનો ફોટોગ્રાફ્સ લગાવ્યો હતો.

આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે,અને ખુદ અભિનેતા અનુપમ ખેરે પણ પોતાના X હેન્ડલ પર વિડીયો શેર કરીને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.અને પોસ્ટ કરી છે કે 500 રૂપિયાની નોટ પર ગાંધીજીના બદલે મારો ફોટો?
 
પોલીસ તપાસ અનુસાર 500 રૂપિયાની નોટમાં મહાત્મા ગાંધીના ફોટોને બદલે એક્ટર અનુપમ ખેરના ફોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 'રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા'ને બદલે 'રિઝોલ્વ બેંક ઓફ ઈન્ડિયા' છપાયેલ છે. નોટની ડિઝાઈન બિલકુલ અસલી રૂ. 500ની નોટ જેવી છે, પરંતુ તેને જોઈને જ સ્પષ્ટ થઈ જાય છે કે તે નકલી છે. આ નોંધ બનાવવા માટે કાગળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અસલી નોટ પર SBI અને તેનું ફુલ ફોર્મ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા લખેલું છે, પરંતુ આ નકલી નોટ પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને બદલે Start Bank of India લખેલું છે.
 
હાલ અમદાવાદ પોલીસે નકલી ચાલનનો ભેદ ઉકેલવા માટે અન્ય રાજ્યો તરફ તપાસનો દોર લંબાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

#Gujarat #CGNews #India #Ahmedabad #face #fake notes #indian currency #Anupam Kher
Here are a few more articles:
Read the Next Article