/connect-gujarat/media/post_banners/fe698597d1e410817f3998a2460a0722f5026ec1399be919d6e689a13e83cf61.jpg)
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સીફા સોસાયટીથી મનુબર તરફ જવાના માર્ગ પર શાકભાજી અને ફ્રુટની લારીઓ તથા પથાળાવાળાના અડીંગાથી ટ્રાફિક જામની ભારે સમસ્યા સર્જાય છે ત્યારે દબાણો દૂર કરવાની માંગ એસટીએચે ચાર સોસાયટીના રહીશોએ નગરપાલિકામાં રજૂઆત કરી હતી.
ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નજીક સીફા સોસાયટી થી મનુબર તરફ જવાના રોડ પર દિવસ દરમ્યાન શાકભાજી- ફ્રુટની લારીઓ તેમજ પથારાવાળાઓ અડિંગો જમાવતા હોય છે જેના કારણે ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. સ્થાનિક સોસાયટીના રહીશોએ આ બાબતે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે ત્યારે આજરોજ રોયલ પાર્ક, આબાદ નગર, ભજજુવાલા અને મિલ્લત નગર સહિતની સોસાયટીના રહીશોએ દબાણો દૂર કરવાની માંગણી સાથે ભરૂચ નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરી હતી અને તાકીદે પ્રશ્નનું નિરાકરણ આવે એવી રજૂઆત કરી હતી