Connect Gujarat
અમદાવાદ 

ભરૂચ:રૂ.15.20 કરોડના ખર્ચે વિવિધ કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત

નગર પાલિકા દ્વારા શહેરમાં રૂ.15.20 કરોડના ખર્ચે થનારા વિવિધ કામોનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

X

ભરૂચ નગર પાલિકા દ્વારા શહેરમાં રૂ.15.20 કરોડના ખર્ચે થનારા વિવિધ કામોનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

ભરૃચના ડુંગરી વિસ્તારમાં નવી ટાંકી,જે. બી. મોદી પાર્ક ખાતે નવી ટાંકી, સોલાર પ્રોજેક્ટ તેમજ અયોધ્યાનગર ડબલ્યુટીપીના નવીનીકરણના જેવા વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું હતુ.ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે આ કાર્યક્રમ યોજાયો હતો.રૂ.15 કરોડ થી પણ વધુના વિવિધ વિકાસ કાર્યો ના ખાતમુહૂર્ત કરાયા છે જેથી લોકોને પાણી,રોડ સહિતની સુવિધા મળી રહેશે તો સોલર પ્લાન્ટથી પાલિકાને વીજ બિલમાં રાહત થશે.ખાતમુહુર્ત કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિભૂતિ બા યાદવ, ઉપ પ્રમુખ અક્ષય પટેલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, સહિત પાલિકાના સભ્યો અને સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા

Next Story