Connect Gujarat
અમદાવાદ 

કોરોના મૃત્યુ "સહાય" : અરજી માટે અરજદારોની લાંબી કતારો ન લાગે તે માટે સરકાર પોર્ટલ બનાવશે

કોરોના મૃત્યુ સહાય : અરજી માટે અરજદારોની લાંબી કતારો ન લાગે તે માટે સરકાર પોર્ટલ બનાવશે
X


રાજ્યમાં કોરોના મૃત્યુ સહાય મામલે આંટીઘૂંટીવાળી પ્રક્રિયા હોવાના કારણે સુપ્રીમ કોર્ટમાંથી ફટકાર મળ્યા બાદ ગુજરાત સરકારે આ માટેની અરજી પ્રક્રિયાને વધુ સરળ બનાવવાના પ્રયત્ન શરૂ કરી દીધા છે. જેમાં જિલ્લા કલેક્ટર કચેરીઓમાં અરજદારોની લાંબી કતારો ન લાગે તે માટે હવે ઓનલાઇન અરજી માટે ગુજરાત સરકાર એક પોર્ટલ બનાવવા જઇ રહી છે.

રાજ્યના આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, જે લોકો ઓનલાઇન અરજી કરવા માગે છે તેઓ આ પોર્ટલ મારફતે અરજી કરી શકશે જ્યારે પ્રત્યક્ષરૂપે કલેક્ટર કચેરીમાં પણ અરજી સ્વીકારવામાં આવશે. સરકારે સુપ્રીમ કોર્ટમાં આ મામલે એક સોગંદનામું પણ રજૂ કર્યું છે. આ સાથે જ કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઇને રાજ્ય સરકાર દ્વારા વધુ 51 RT-PCR ટેસ્ટિંગ સેન્ટરો ઉભા કરવામાં આવશે, ત્યારે હવે નોન રિસ્ક દેશો એટલે કે, જ્યાં ઓમિક્રોન વેરિઅન્ટ પહોંચ્યો નથી ત્યાંથી આવતાં મુસાફરોનો પણ રેન્ડમ RT-PCR ટેસ્ટ કરવા માટે રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક થયું છે.

Next Story