Connect Gujarat
અમદાવાદ 

રાજધાનીમાં ગુજરાતી યુવતી સાથે દુષ્કર્મ, પોલીસ હેરાનગતી કરતી હોવાના કોંગ્રેસના આક્ષેપ

દિલ્હીમાં ગુજરાતી યુવતી સાથે દુષ્કર્મ, પીડિતાનો દિલ્હી પોલીસ પર આરોપ.

X

દેશની રાજધાની દિલ્હીમાં ગુજરાતી પરિવારની યુવતી સાથે થયેલ દુષ્કર્મ મામલો હવે ગરમાઈ રહ્યો છે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો કે જ્યારે આ દીકરીની માતા ફરિયાદ નોંધાવા જાય છે ત્યારે પોલીસ ધમકાવે છે અને આરોપીની જેમ યુવતીના પરિવાર સાથે વર્તન કરવામાં આવે છે.

દિલ્હીમાં ગુજરાતી યુવતી સાથે થયેલ દુષ્કર્મ મામલે હવે કોંગ્રેસ આક્રમક બન્યું છે અને કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવતા કહ્યું કે દિલ્હી અને દેશ ગુજરાતીઓના હાથમાં છે એક પીએમ છે અને બીજા ગુજરાતી દેશના ગૃહમંત્રી છે છતાં દિલ્હી પોલીસ દ્વારા પીડિતાના પરિવારને હેરાન કરવામાં આવી રહ્યો છે અને પીડિતાના ભાઈને મારી નાખવાની ધમકી પણ મળી રહી છે તો પોલીસ સ્ટેશનના અધિકારી પીડિતાની ફરિયાદ પણ લેતા નથી ત્યારે શક્તિસિંહ ગોહિલે ઘટનામાં તપાસની માંગ કરી છે. શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રી અમિત શાહ, દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ પાસે પીડિતાના પરિવારને ન્યાય આપવા માંગણી કરી છે.

Next Story