ગુજરાત વડી અદાલતના નવનિયુક્ત મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ અરવિંદ કુમારને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરમાં રાજભવન ખાતે આયોજિત સમારોહમાં હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. ચીફ જસ્ટિસના શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,વિધાનસભા અધ્યક્ષ ડૉ. નીમા બેન આચાર્ય તેમજ ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ , મુખ્ય સચિવ પંકજ કુમાર તેમજ વરિષ્ઠ સચિવો અધિકારી અને આમંત્રિતો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.રાજ્યપાલ મુખ્યમંત્રી તેમજ વિધાનસભા અધ્યક્ષ જસ્ટિસ અરવિંદ કુમારને પુષ્પ ગુચ્છ અર્પણ કરી નવા પદભારની શુભેચ્છાઓ પાઠવી હતી.ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર વર્ષ 1987માં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી તેમની ગુજરાત હાઈકોર્ટમાં પસંદગી પૂર્વે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એમ આર શાહ એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે કાર્યરત હતા.
પરંતુ હવે ગુજરાત હાઈકોર્ટ નવા ચીફ જસ્ટિસ મળ્યા છે.જસ્ટિસ અરવિંદ કુમારનો 14 જુલાઈ 1962માં જન્મ થયો, તેઓ કર્ણાટક હાઇકોર્ટમાં જજ તરીકે કાર્યરત હતા અને 1987માં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી, શરૂઆતમાં સિવિલ, મેજિસ્ટ્રેટ, અપીલ ટ્રિબ્યુનલમાં 4 વર્ષ ફરજ બજાવી ચૂક્યા છે, સાથે જસ્ટિસ અરવિંદ કુમાર હાઇકોર્ટમાં વકીલાત કરી છે, ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર 1999માં કર્ણાટક HCમાં કેંદ્રના સ્થાયી સલાહકાર તરીકે નિમણૂંક થયા હતા, જે બાદ 2005માં ભારતના સહાયક સોલિસિટર જનરલ તરીકે નિમણૂંક પામ્યા, વર્ષ 2009થી કર્ણાટક હાઇકોર્ટમાં ન્યાયાધીશ રહ્યાં તેમજ 26 જૂન 2009માં કર્ણાટક HCમાં વધારાના જજ તરીકે નિમણૂંક થયા હતા, સાથે 7 ડિસેમ્બર 2012ના કર્ણાટક HCના સ્થાયી જજ બન્યા બન્યા હતા