/connect-gujarat/media/post_banners/6a1b16c516726b5f7249b46f7af6eb7de749ccfebc127c1a9d50926709146889.jpg)
ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય પર વિરોધ પ્રદર્શન કરવા ગયેલાં આપના નેતાઓ સામે ગાળિયો કસાઇ રહયો છે. છેડતી અને રાયોટીંગના ગુનામાં 12 દિવસ બાદ જામીન પર મુકત થયા બાદ ઇશુદાન ગઢવી બીજા કેસમાં ફીટ થઇ ગયાં છે. તેમનો લીકર રીપોર્ટ પોઝીટીવ આવતાં તેમની સામે ગાંધીનગરની ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે. આ કેસમાં સોમવારના રોજ ઇશુદાન ગઢવી પોલીસ સ્ટેશનમાં હાજર થયાં હતાં. તેમની સાથે દીલ્હીથી આવેલાં વકીલ પણ હાજર રહયાં હતાં. ઇન્ફોસીટી પોલીસે ઇશુદાનની ધરપકડ કરી હતી જો કે ગણતરીની મિનિટોમાં તેમનો જામીન પર છુટકારો થયો હતો. ઇશુદાને જણાવ્યું હતું કે, તેઓ દારૂ પીતા નથી પણ તેમને ખોટી રીતે ફસાવી તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવામાં આવી રહી છે. તેમણે પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે લાય ડીટેકટર ટેસ્ટની માંગણી કરી છે.અમદાવાદ : દારૂ પીવાના ગુનામાં ઇશુદાનની ધરપકડ બાદ છુટકારો