Connect Gujarat
અમદાવાદ 

કિશન ભરવાડની હત્યાનો મામલો, યુપી ATSના અમદાવાદમાં ધામા...

ગત મોડી રાતથી યુપી ATS કમર ગની અને મૌલાના અયુબ જાવરા વાલાની યુપીમાં હત્યાના સંભવિત ષડયંત્ર મામલે પૂછપરછ કરી રહી છે.

કિશન ભરવાડની હત્યાનો મામલો, યુપી ATSના અમદાવાદમાં ધામા...
X

ગત મોડી રાતથી યુપી ATS કમર ગની અને મૌલાના અયુબ જાવરા વાલાની યુપીમાં હત્યાના સંભવિત ષડયંત્ર મામલે પૂછપરછ કરી રહી છે. કિશન હત્યા કેસ બાદ આરોપીની સધન પૂછપરછમાં અનેક સંસ્થાઓ જોડાય છે, ત્યારે હવે અમદાવાદમાં ઉત્તરપ્રદેશ ATSએ ધામા નાખ્યા છે.

કમર ગની અને મૌલાના અયુબ જાવરા વાલાને લઈ આ તપાસ થઈ રહી છે. UPમાં હત્યાના સંભવિત ષડયંત્ર મામલે સમગ્ર તપાસનો રેલો બંને મૌલાના સુધી પહોંચ્યો છે. ગુજરાત સિવાય UPમાં કોઈની રેકી થઈ હોવાની આશંકા આ તપાસ શરૂ થઇ છે. બંને શખ્સો 11 લોકોની માહિતી એકઠી કરી હોવાનું પ્રાથમિક તારણ માં મળી આવ્યું છે. કિશન હત્યા કેસના બનાવ પહેલા મૌલાના કમર ગની 6 વાર ગુજરાત આવ્યો હતો. ગુજરાતમાં અમદાવાદ, બરોડા અને સુરતમાં રોકાયો હતો અને અનેક યુવકોના બ્રેઇન વોશ કર્યું હતું. મૌલાના યુવાનોને સંગઠનમાં જોડાવા રૂ. 365 ફી લેતો હતો. જે બાદ હવે પાકિસ્તાન અને આતંકી કનેક્શન ખુલતા NIA તપાસમાં જોડાય છે.

ATS આરોપીઓને કોર્ટમાં રજૂ કરી મોબાઈલ અને સીમકાર્ડ શોધવાનું બાકી હોવાના સહિત 17 જેટલા મુદ્દા મામલે તપાસ બાકી હોવાનું જણાવી 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. પરંતુ બચાવ પક્ષ તરફથી આ મુદ્દાને રીપીટર ગણાવ્યા હતા. જેથી કોર્ટે 14 દિવસની જગ્યાએ 9 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા કિશન ભરવાડ હત્યા કેસમાં મૌલાના અને તેના સંગઠનમાં જોડાયેલા લોકોની ગુજરાત ATS તપાસ શરૂ કરી છે. સંગઠનના ફન્ડીગને લઈને ED તપાસ માં જોડાઈ છે, જ્યારે આરોપીઓની આતંકી પ્રવૃત્તિ સાથે સંડોવણી હોવાની શક્યતાને લઈને સેન્ટ્રલ IB અને NIA ની ટીમે પણ આરોપીની પૂછપરછ શરૂ કરી છે. તે સિવાય હવે અમદાવાદમાં ઉત્તરપ્રદેશ ATS પણ મૌલાના કમરગીની ઉસમાનીની સતત પૂછપરછ કરી રહી છે.

Next Story