Connect Gujarat
અમદાવાદ 

પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને : રાજ્યમાં પેટ્રોલ રૂ. 99.91 અને ડીઝલ રૂ. 94.48 પર પહોચ્યું...

ક્રૂડ ઓઈલના ભાવમાં થઈ રહેલા સતત ભાવ વધારાના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યારે રાજ્યમાં આજે પેટ્રોલમાં 80 પૈસા, જ્યારે ડીઝલમાં 72 પૈસાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે.

X

ક્રૂડ ઓઈલના ભાવમાં થઈ રહેલા સતત ભાવ વધારાના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યારે રાજ્યમાં આજે પેટ્રોલમાં 80 પૈસા, જ્યારે ડીઝલમાં 72 પૈસાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. હવે રાજ્યમાં પેટ્રોલનો નવો ભાવ 99.91 અને ડીઝલનો નવો ભાવ 94.48 થઈ ગયો છે.

છેલ્લા 8 દિવસમાં પેટ્રોલમાં 4.72 અને ડીઝલમાં 4.93 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જો યુક્રેન-રશિયાનું યુદ્ધ ચાલતું જ રહ્યું તો, આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સામાન્ય લોકો માટે માથાનો દુખાવો બની શકે તેમ છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થતાં હવે સામાન્ય જનતાનું બજેટ ખોરવાઈ ગયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવાની આ સીધી અસર છે. પેટ્રોલમાં આજે 30 પૈસા અને ડીઝલમાં 37 પૈસાનો વધારો કરવામાં આવતા સામાન્ય નાગરિક પર મોંઘવારીનો બોજ વધ્યો છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 99.41 રૂપિયા અને ડીઝલની કિંમત 90.77 રૂપિયાએ પહોંચી ગઈ છે. તો દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં 114.19 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ અને ડીઝલ 98.50 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું છે. ઈંધણના ભાવ વધતાં જનતા પરેશાન છે. સતત વધતા ભાવથી સામાન્ય જનતાનું બજેટ ખોરવાયું છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 10 દિવસથી વધતા ભાવના કારણે જીવન જરૂરિયાત ગણાતું પેટ્રોલ અને ડીઝલ હવે ભડકે બળી રહ્યું છે, ત્યારે આવનાર દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ 100 રૂપિયાને પાર થાય તેવા એંધાણ વર્તાય રહ્યા છે.

Next Story