New Update
સાબરકાંઠા જિલ્લાનો બનાવ
હિંમતનગર નજીક સર્જાયો અકસ્માત
કાર-ટ્રેલર વચ્ચે અકસ્માત
કારમાં સવાર 7 લોકોના મોત
મૃતકો અંદાવાફના રહેવાસી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ટ્રેલર-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં અમદાવાદના 7 લોકોનાં કમકમાટી ભર્યા મોત નિપજ્યા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે બુધવારે સવારે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર બતાવાઇ છે.અકસ્માત એટલો ભયંકર હતો કે મૃતદેહો કારમાં ફસાઇ ગયા હતા અને ફાયર બ્રિગેડે કારના પતરા કાપી ને મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા શામળાજી તરફથી આવી રહેલી કાર ટ્રેલરની પાછળ ઘુસી જતાં આ અકસ્માત સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં જ હિંમતનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો. જોકે તમામ મૃતકો પણ અમદાવાદના જ રહેવાસી હોવાનું ખૂલ્યું છે. પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે GJ01RU0077 નંબરની ઈનોવા કાર પૂરપાટ ઝડપે શામળાજી તરફથી આવી રહી હતી. જે એક વ્યક્તિ આ અકસ્માતમાં બચ્યો હતો તેની હાલત પણ ગંભીર છે અને તેને સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
Latest Stories