Connect Gujarat
અમદાવાદ 

ગુજરાત એટીએસનું સફળ ઓપરેશન, અધધ આટલા કરોડનું ડ્રગ્સ બરામદ..!

ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસે કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી 70 કિલો હેરોઇન પકડી પાડ્યું છે. તેની બજાર કિંમત 350 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ અંગે હાલ એટીએસ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે.

ગુજરાત એટીએસનું સફળ ઓપરેશન, અધધ આટલા કરોડનું ડ્રગ્સ બરામદ..!
X

ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસે કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી 70 કિલો હેરોઇન પકડી પાડ્યું છે. તેની બજાર કિંમત 350 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ અંગે હાલ એટીએસ દ્વારા સઘન તપાસ ચાલી રહી છે.

ગુજરાત એટીએસને ગુપ્ત માહિતી મળી હતી કે, દુબઇના જેબલ અલી પોર્ટથી આવેલા કન્ટેનરમાં કરોડનું હેરોઇન છુપાવવામાં આવ્યું છે. જે બાદ તપાસ કરતા નવી જ મોડસ ઓપરેન્ડી સામે આવી હતી. કન્ટેનરમાં કપડા હતા. આ કન્ટેનરમાં તપાસ કરતા કપડાની અંદરના હાર્ડ બોર્ડની અંદરથી ડ્રગ્સ મળ્યું હતુ. આ કન્સાઇનમેન્ટ મુંદ્રા પોર્ટ પરથી સીએફએસ પરથી મળ્યું હતુ.ગુજરાત એટીએસની ટીમને આ કન્સાઇનમેન્ટ કોણે મોકલ્યું હતુ અને કોને આપવાનું હતુ તે અંગેની જાણ છે. આ સાથે વધુ તપાસમાં આ ડ્રગ્સ મંગાવવામાં કોણ કોણ સામેલ હતું તે અંગેની માહિતી પણ સામે આવી શકે છે. હાલ આ અંગે હજી મોટા ખુલાસા થઇ શકે છે. અત્યારે તો એક જ કન્ટેનર ઝડપાયું છે. પરંતુ એક કરતા વધુ કન્ટેનરની તપાસ ચાલી રહી છે. ગુજરાત એટીએસની ટીમે તપાસ ચાલી રહી છે થોડા સમય પહેલા ડ્રગ્સ વેચવાની અલગ જ મોડસ ઓપરેન્ડી સામે આવી હતી. આરોપીઓ બાળકોના રમકડા માં ડ્રગ નાખીને એમોઝોનના બોક્ષનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું હતું. આ મામલે આ કેસના મુખ્ય આરોપી કરણ ફરાર ગુજરાત એટીએસની ટીમે રિમાન્ડ મેળવ્યા બાદ તેની પૂછપરછ હાથ ધરી હતી

Next Story