Connect Gujarat
અમદાવાદ 

આજ મધરાત્રીથી ST બસના પૈડા થંભી જશે.!, જાણો શું છે કારણ

એસટી નિગમના કર્મચારીઓ પડતર પ્રશ્ને હડતાલ પર ઉતરવાની માગ પર અડગ છે.

આજ મધરાત્રીથી ST બસના પૈડા થંભી જશે.!, જાણો શું છે કારણ
X

એસટી નિગમના કર્મચારીઓ પડતર પ્રશ્ને હડતાલ પર ઉતરવાની માગ પર અડગ છે. કેમ કે મંગળવારે વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી અને એસટી નિગમના કર્મચારીઓ વચ્ચેની બેઠકમા પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી આવ્યુ નથી. સાતમાં પગારપંચની માંગ સાથે કુલ 20 જેટલી માંગણીઓ ન સંતોષાતા એસટી કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

કર્મચારીઓનો રોષ છે કે અન્ય સંસ્થાઓને મોંઘવારી ભથ્થુ 28 ટકા આપવામાં આવે છે. જ્યારે એસટીનાં કર્મચારીઓને 12 ટકા મોંઘવારી ભથ્થુ અપાય છે. સાથે જ વાયદો કર્યા મુજબ કોરોનામાં મૃત્યુ પામેલા કર્મચારીનાં પરિવારોને 25 લાખની સહાય પણ નથી મળી. ગ્રેડ પે અને ફિક્સ પેને લઈને પણ કર્મચારીઓમાં અસંતોષ છે.

આજ સુધીની રાજ્ય કર્મચારીઓએ સરકારને મુદત આપી છે. જો આજ સુધીમાં આ માંગો નહી સંતોષાય તો આજે મધ્યરાત્રિથી ઉગ્ર વિરોધ શરૂ કરાશે. કર્માચારીઓ પણ માસ સીએલ પર જશે. જો એસટીનાં કર્મચારીઓ હડતાળ પર જશે તો દિવાળી સમયે જ નાગરિકોને અસુવિધાનો સામનો કરવો પડશે. જો કે ગઈકાલે મળેલી બેઠકમાં કોઈ સમાધાન ન આવતા આજે પણ સરકાર અને એસટી કર્મચારીઓના યુનિયનના હોદ્દેદારો વચ્ચે બેઠક યોજાશે.

એસટી નિગમના કર્મચારીઓની મંગળવારે મળેલી બેઠકમાં કર્મચારી સંગઠનો દ્વારા પોતાના પ્રશ્નોને લઈને ઉગ્ર રજૂઆત કરાઈ હતી. ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ ખાતે કર્મચારીઓએ સૂત્રોચાર કરી પોતાની પડતર માંગણીઓના ઉકેલ માટે સરકાર સમક્ષ રજૂઆતો કરી હતી.

નોંધનીય છે કે, ગુજરાત એસટીના ત્રણે'ય માન્ય સંગઠ્ઠનોની બનેલ સંકલન સમિતિ દ્વારા ૨૬ ઓગસ્ટના રોજ બેઠક મળેલ હતી. જેમાં સર્વાનુમતે લીધેલા નિર્ણય મુજબ પડતર પ્રશ્નોનું આવેદન નિગમના એમડી, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રીને આપવામાં આવ્યું હતું.

એસટી નિગમના કર્મચારીઓ પ્રત્યે ભેદભાવભર્યું વર્તન રાખીને લાભ આપવામાં આવેલ નથી જ્યારે અન્ય તમામ બૉર્ડના નિગમોના એકમોના કર્મચારીઓને લાભો આપવામાં આવ્યા છે.

Next Story