વિરમગામ : હાર્દિક પટેલે પોતાના પિતાની પુણ્યતિથિ રાજકીય મંચ બનાવી દીધી, શા કારણે હાર્દિકને અચાનક ભાજપ પ્રત્યે કેમ પ્રેમ ઉભરાયો?

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતાની આજે પ્રથમ પુણ્યતિથિ છે ત્યારે વિરમગામ ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે

New Update
વિરમગામ : હાર્દિક પટેલે પોતાના પિતાની પુણ્યતિથિ રાજકીય મંચ બનાવી દીધી, શા કારણે હાર્દિકને અચાનક ભાજપ પ્રત્યે કેમ પ્રેમ ઉભરાયો?

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતાની આજે પ્રથમ પુણ્યતિથિ છે ત્યારે વિરમગામ ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છેપણ આ કાર્યક્રમ સામાજિકને બદલે રાજકીય બની ગયો હોઈ તેવું લાગે છે અહીં કોંગ્રેસ ના નેતાઓ તો પોહ્ચ્યા છે પણ ભાજપના અનેક નેતાઓ પણ પોહ્ચ્યા હતા.

હાર્દિક પટેલના પિતાની પુણ્યતિથી નિમિટી શર્ધ્ધાંજળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમમાં વિરમગામ નગર પાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખ રિના પડ્યા, શહેર ભાજપ મંત્રી પ્રમોદ પટેલ, અમદાવાદ જિલ્લા પચાંયતના સદસ્ય હરિ પરમાર, પૂર્વ ધારાસભ્ય હર્ષદ ઠક્કર, શહેર ભાજપ પૂર્વ મહામંત્રી, વિરમગામ તાલુકા સદસ્ય નલિન કોટડીયા, યુથ કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલા, તેજશ્રી પટેલ, પરેશ ધાનાણી, રઘુ શર્મા જગદીશ ઠાકોર સિદ્ધાર્થ પટેલ સહીત કોંગ્રેસના નેતાઓ પણ પહોંચ્યા હતા તો સાયલાના મહારાજ, ભાજપના નેતા ચિરાગ પટેલ, પૂર્વ ધારાસભ્ય પ્રાગજી પટેલ, પાસના પૂર્વ નેતા ચિરાગ પટેલ તેમજ અલગ અલગ સમુદાયના સાધુ-સંતો પણ આવ્યાં છે.ત્યારે હાર્દિક પટેલના પિતાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિમાં રાજકીય ડ્રામા જેવો માહોલ સર્જાયો હતો. એટલું જ નહિ સાધુ સંતોએ હાર્દિક કેસરી કલરનો સાફો બાંધતા તર્ક વિતર્ક પણ થઇ રહ્યા છે.

કાર્યક્રમમાં આવેલ નૌતમ સ્વામીએ કહ્યું કે અમે શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છીએ ભગવાન હાર્દિકને સદબુદ્ધિ આપે ગુજરાતના કલ્યાણ માટે અને હાર્દિક હિન્દુવાદી પાર્ટી જોઈન કરવી જોઈએ અને બધાને ખબર છે કે હિન્દુ વાદી પાર્ટી કોણ છે વિચારધારા થી હાર્દિકે જોડાવું જોઈએ. મુદ્દા આધારિત કોઈ નિર્ણય ના લેવો જોઈએ. આમ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાજકીય નિવેદન માટેનો મંચ બની ગયો તો નૌતમ સ્વામી સામે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા પણ મોરચો ખોલ્યો અને કહ્યું કે પાર્ટી તરફથી તેમના પિતાને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. જ્યારે હાર્દિકની નારાજગી વિષે સવાલ કરવામાં આવ્યો તો રઘુ શર્મા સ્પષ્ટતા કરી હતી કે, કોણ કહે છે કે હાર્દિક પટેલ નારાજ છે. આમ એક બાજુ પુણ્યતિથિનો કાર્યક્રમ ચાલતો હતો તો બીજીબાજુ નેતાઓ પોતાના રાજકીય રોટલા શેકવામાં વ્યસ્ત હતા.

કાર્યક્રમ દરમિયાન હાર્દિક પટેલને મિડિયાએ એક સાવલી કરતાં ,હાર્દિક પટેલે જણાવ્યુ કે પરતીનો વિરોધ એકબાજુ હોય અને વ્યક્તિગત મતભેદ પણ એકબાજુ હોય. પણ આ કાર્યક્રમ મારા પિતાની શ્રધ્ધાંજલિ માટે નો છે અને ધાર્મિક કાર્યક્રમ છે . સીએમ કે કોઈ નેતા આવે ન આવે તેમાં મને દુખ ન થાય,કાર્યક્રમમાં દરેક લોકોને નિમણતરણ પાઠવાયું હતું અને જે લોકો આવ્યા ઇનો હું આભાર વ્યકત કરું છું. 

Latest Stories