Connect Gujarat
ગુજરાત

જેલમાં જઇને બહેનોએ આ રીતે ઉજવી રક્ષાબંધન...!

જેલમાં જઇને બહેનોએ આ રીતે ઉજવી રક્ષાબંધન...!
X

રક્ષાબંધનના તહેવારની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદના સાબરમતી સેન્ટ્રલ જેલમાં પણ કેદીઓને બહેનોએ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.રાખડી બાંધતા સમયે બહેનોની આંખોમાંથી ખુશીના અશ્રુ છલકી પડતા હતા.જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી હતી.જુદા જુદા ગુનામાં સજા કાપતા ભાઈને જોતા જ બહેનોની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા હતા. બહેનોએ વિધિવત રીતે પોતાના કેદી ભાઈને કંકુ-ચાંદલા કરી રાખડી બાંધી મોઢુ મીઠુ કરાવી રક્ષાબંધન તહેવારની ઉજવણી કરી હતી.

અમદાવાદ

સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના અને પાકા કામના કેદી મળીને 3100 જેટલા કેદી છે. જેના કારણે જેલ સત્તાધીશોએ રક્ષાબંધનના તહેવારે બહેનોને અગવડ ન પડે તે માટે સંપૂર્ણ તૈયારીઓ અગાઉથી કરી લીધી હતી. બહેનોનો વધારો ઘસારો હોવાના કારણે જેલ સત્તાધીશોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખ્યો હતો.

આ સિવાય વડોદરાની મધ્યસ્થ જેલમાં 1500થી વધુ કેદીઓ પોતાની સજા કાપી રહયા છે ત્યારે જેલસત્તાધીશોએ આજના દિવસે કેદીઓને તેમની બહેનો રાખડી બાંધેતે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વર્ષે વિશેષ વ્યવસ્થાના ભાગ રૂપે બહેનોએ ફક્ત રાખડીજ લઇને આવવાનું જણાવવામાં આવ્યું હતું. જ્યારે મીઠાઈ, કંકુ અને ચોખા ની વ્યવસ્થા જેલ તરફથી કરવામાં આવી હતી. 25 ની ટુકડીમાં બહેનોને રક્ષા બાંધવા જેલમાં જવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.દરેક ધર્મ ના કેદીઓને તેમની મા અને બહેનોએ રક્ષા બાંધીને મોં મીઠું કરાવ્યું હતું. આ ક્ષણે ભાઈ તેમજ બહેનો ભાવ વિભોર બન્યા હતા અને ખુશી સાથે ગમગીની ફેલાઈ હતી.

Next Story
Share it