Connect Gujarat
Featured

અમેરિકાએ તેના નાગરિકોને ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને માલદીવની યાત્રા ટાળવાનું કહ્યું

અમેરિકાએ તેના નાગરિકોને ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને માલદીવની યાત્રા ટાળવાનું કહ્યું
X

યુનાઇટેડ સ્ટેટ્સે તેના નાગરિકોને એક સલાહ આપી છે, જેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને માલદીવની યાત્રા કરવાનું ટાળવાનું કહ્યું છે. આ વિસ્તારોમાં કોવિડ-19ના કેસોમાં અચાનક થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આ સલાહ આપવામાં આવી છે. ગુરુવારે યુ.એસ.માં અનેક પ્રવાસ સંબંધિત સલાહ આપવામાં આવી હતી. આમાં અધિકારીઓએ અમેરિકનોને તેમની ચીન અને નેપાળની યાત્રા પર ફરીથી વિચાર કરવા, શ્રીલંકા જતા સમયે ખૂબ સાવચેતી રાખવા અને ભૂતાન જતા સમયે પણ સામાન્ય સાવચેતી રાખવા જણાવ્યું છે.

ભૂટાનને મુસાફરીની દ્રષ્ટિએ 'સ્તર-1' દેશ માનવામાં આવ્યો છે, જે વિદેશ પ્રવાસ માટે સલામત સ્તર છે. ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને માલદીવને 'સ્તર-4' રાખવામાં આવ્યા છે એટલે કે અમેરિકનોને આ દેશોની યાત્રા ન કરવાનું કહેવામાં આવ્યું છે. ભારત વિશે પ્રવાસની સલાહ આપતાં વિદેશ વિભાગે કહ્યું હતું કે, “કોવિડ -19, ગુનાઓ અને આતંકવાદને કારણે ભારતની યાત્રા ન કરો.” અગાઉ પણ રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રએ પણ થોડા દિવસો પહેલા ભારતના સંબંધમાં આવી જ ચેતવણી આપી હતી. તેમણે પણ ભારતના સંબંધમાં 'સ્તર-4' યાત્રા સબંધિત હેલ્થ નોટિસ પાઠવી હતી.

વિદેશ વિભાગે પ્રવાસની સલાહમાં જણાવ્યું છે કે, "કોવિડ -19ને કારણે માલદીવની યાત્રા ન કરો. આતંકવાદને કારણે માલદીવમાં વધારાની તકેદારી રાખવી. કોરોના વાયરસને કારણે પાકિસ્તાનની યાત્રા ન કરો. આતંકવાદ અને વંશીય હિંસાને લીધે કૃપા કરીને ત્યાં જતા પહેલા પુનર્વિચાર કરો." તેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં આતંકવાદી જૂથો અવારનવાર હુમલાની યોજના ઘડી રહ્યા છે. આ દરમિયાન કેનેડાએ ભારત અને પાકિસ્તાનમાં કોવિડ-19ના વધતા જતા કેસોને જોતા આ દેશોની તમામ પેસેન્જર ફ્લાઇટ્સ પર 30 દિવસનો પ્રતિબંધ લાદ્યો છે. પરિવહન પ્રધાન ઓમર અલગાબ્રાએ કહ્યું કે આ પ્રતિબંધ ગુરુવારથી અમલમાં છે. નોંધનીય છે કે ગુરુવારે ભારતમાં કોવિડ-19ના સંક્રમિત લોકોની સંખ્યા 3.14 લાખથી વધુ જે અત્યાર સુધીની સૌથી વધુ નોંધાતા સંખ્યા વધીને 1,59,30,965 થઈ ગઈ છે. વિશ્વના કોઈપણ દેશમાં એક જ દિવસમાં કોરોના વાયરસના સંક્રમણનો આ આંકડો સૌથી વધુ છે.

Next Story