ઓરિસ્સામાં અંતિમ સંસ્કારથી પરત ફરી રહેલી ગાડી પલટી જતા 10 મહિલાઓના મોત, 15 ઇજાગ્રસ્ત

Update: 2021-02-01 03:47 GMT

છત્તીસગઢ-ઓરિસ્સા બોર્ડરપર કોટપાડમાં ભયંકર રોડ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની પુષ્ટિ કોટપાડના પોલીસ અધિકારીએ કરી છે. આ તમામ મહિલાઓ અંતિમ સંસ્કારથી પરત ફરી રહી હતી. મળતી માહિતી અનુસાર તમામ મૃતક મહિલાઓ છત્તીસગઢની રહેવાસી છે. આ દુર્ઘટનામાં 11 મહિલાઓના ઘટના સ્થળે જ મોત થઇ ગયા છે, જ્યારે 13 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી અનુસાર, જગદલપુરના કલચા ગામની રહેવાસી મહિલાઓના સંબંધિના અંતિમ સંસ્કારમાં બસ્તર જિલ્લાથી જોડાયેલા ઓડિસાના મુરતાહાંડી ગયા હતા. અંતિમ સંસ્કારથી પરત ફરતા દરમિયાન તેજ ગતિમાં પિકઅપ ગાડી ઝાડ સાથે અથડાઇ ગઇ. આ દુર્ઘટનામાં 11 મહિલાઓના મોત થઇ ગયા, જ્યારે 13 લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા. તમામ જગદલપુરથી જોડાયેલ કલચા વિસ્તારના હતા, જે બસ્તર જિલ્લાથી જોડાયેલ ઓરિસ્સાના મુરતાહાંડી ગયા હતા. મૃતકોની સંખ્યા વધી શકે છે. ઇજાગ્રસ્તોને કોટપાડ અને ગંભીર ઇજાગ્રસ્તોને કોરાપુટ મોકલવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજ રોજ સવારે આ અકસ્માતને લઈને ટ્વિટર માધ્યમથી દુખ વ્યક્ત કર્યું

https://twitter.com/PMOIndia/status/1356081032278147072?s=20

Tags:    

Similar News