2021 MG હેક્ટર પેટ્રોલ CVT ભારતમાં લોન્ચ, જાણો પ્રારંભિક કિંમત

Update: 2021-02-11 16:23 GMT

MG મોટર ઇન્ડિયાએ હેક્ટર SUV લાઇન-અપનું વિસ્તરણ કર્યું છે અને CVT ઓટોમેટિક ગિયરબોક્સ સાથે હેક્ટરને બજારમાં લોન્ચ કર્યું છે. 2021 MG હેક્ટર અને હેક્ટર પ્લસ ફેસલિફ્ટ આ વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ કરવામાં આવી છે, જે ઘણા કોસ્મેટિક અને ફીચર્સના ફેરફારો સાથે રજૂ કરવામાં આવી છે. હવે ગ્રાહકોની સુવિધા માટે કંપનીએ એક નવો ટ્રાન્સમિશન વિકલ્પ રજૂ કર્યો છે. નવી હેક્ટર અને હેક્ટર પ્લસ CVTને પેટ્રોલ એન્જિનોમાં ડીસીટી વેરિએન્ટ સાથે વેચવામાં આવશે. 2021 MG હેક્ટર પેટ્રોલ CVTના સ્માર્ટ વેરિઅન્ટની પ્રારંભિક એક્સશોરૂમ કિંમત 16.52 લાખ રૂપિયા છે, જે શાર્પ વેરિયન્ટ્સ માટે 18.10 લાખ રૂપિયા સુધી જાય છે.

2021 હેક્ટર પ્લસ પેટ્રોલ CVTના સ્માર્ટ વેરિઅન્ટની પ્રારંભિક કિંમત 17.22 લાખ રૂપિયા છે જે શાર્પ ટ્રિમ માટે રૂ. 18.90 લાખ સુધી જાય છે. કંપનીએ દેશમાં સમાન કિંમતે હેક્ટર અને હેક્ટર પ્લસના CVT વેરિએન્ટ લોન્ચ કર્યા છે. ભારતમાં MG હેક્ટર ફેસલિફ્ટ ઘણા ફેરફારો સાથે લોન્ચ કર્યાના એક અઠવાડિયા પછી જ કંપનીએ નવું CVT વેરિઅન્ટ રજૂ કર્યું છે. કંપનીએ પહેલા હેક્ટર પેટ્રોલને ફક્ત ડ્યુઅલ-ક્લચ ટ્રાન્સમિશન અથવા ડીસીટીમાં જ ઉપલબ્ધ કરાવ્યું હતું. નવું CVT ગિયરબોક્સ SUVના પેટ્રોલ એન્જિનમાં ઉપલબ્ધ કરાયું છે જે આ એન્જિન સાથેનો બીજો વિકલ્પ છે.

2021 MG હેક્ટરમાં નવું CVT ગિયરબોક્સ 1.5 લિટર ચાર સિલિન્ડર પેટ્રોલ મોડેલ સાથે આપવામાં આવ્યું છે. આ એન્જિન 141 બીએચપી પાવર અને 250 એનએમ પીક ટોર્ક ઉત્પન્ન કરે છે, જે આજ સુધી 6-સ્પીડ મેન્યુઅલ અને ડીસીટી ગિયરબોક્સ સાથે વેચાય છે. આ સિવાય CVT વિકલ્પ તે ગ્રાહકોને આકર્ષિત કરશે જે શહેરો અનુસાર ચલાવવામાં સરળ SUV શોધી રહ્યા છે. ડીસીટીના આક્રમક અને હાઇ સ્પીડ પરફોર્મન્સ કરતાં CVT વધુ સારું પરફોમન્સ આપે છે.

MG મોટર ઇન્ડિયાએ નવા CVT ગિયરબોક્સ સિવાય 2021 હેક્ટરની ફેસલિફ્ટમાં ફેરફાર કર્યો છે. નવી SUVને નવો લુક આપવા માટે ગ્રિલ, બમ્પર ઘણી જગ્યાઓએ ફેરફાર કરવામાં આવ્યા છે, જ્યારે કેબીનમાં પણ બે રંગો છે જેમાં હવે વાયરલેસ ચાર્જિંગ, ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટો અને બદલેલી MG આઈસ્માર્ટ મોબાઇલ એપ્લિકેશન જેવી સુવિધાઓ આપવામાં આવી છે. નવી હેક્ટર CVTને બે વેરિએન્ટ - સુપર અને શાર્પમાં રજૂ કરવામાં આવી છે. ભારતમાં તે સેગમેન્ટમાં હ્યુન્ડા ક્રેટા, કિયા સેલ્ટોસ, નિસાન કિકસ અને જીપ કંપાસ ફેસલિફ્ટ જેવી કાર સાથે સ્પર્ધા કરશે.

આ પણ વાંચો.. - વજન ઘટાડવા માટે ભૂલથી પણ ન કરતાં ડાયટિંગ; આવશે ગંભીર પરિણામો

Tags:    

Similar News