કોરોના ઇફેક્ટ: 275 ભારતીયોને ઇરાનથી જોધપુર પરત લવાયા

Update: 2020-03-29 07:01 GMT

કોરોના વાઇરસની મહામારી વચ્ચે ઇરાનથી 275 ભારતીયોને જોધપુરથી પરત લાવવામાં આવ્યા છે. આ કેન્દ્રમાં પહેલાથી જ ઈરાનથી આ મહિનાની શરૂઆતમાં 277 ભારતીયોને સ્થળાંતર કરવામાં આવ્યા છે.

કોરોના વાઇરસ સામેની લડતમાં 275 ભારતીયોનો અન્ય કાફલો ઇરાનથી ભારત પરત લાવવામાં આવ્યો છે. રવિવારે આ ભારતીયો જોધપુર પહોંચ્યા હતા.આ તમામ લોકોની સ્ક્રિનિંગ પ્રોસેસ બાદ તમામને ઇન્ડિય આર્મી દ્વારા તૈયાર કરાયેલા વેલનેસ સેન્ટરમાં આઇસોલેટેડ કર્યા છે.આ પહેલા પણ 277 ભારતીયોને ઇરાનના કેપિટલ તેહરાનથી 25 માર્ચે ભારત પરત લવાયા હતા અને તમામને આઇસોલેટેડ કરવામાં આવ્યા હતા.

આ પહેલા, જેસલમેરના આર્મી વેલનેસ સેન્ટરમાં ઇરાનથી 234 ભારતીય સ્થળાંતર કરાયેલા લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા.આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (એમએચએફડબ્લ્યુ) ના જણાવ્યા મુજબ, દેશમાં કોવિડ -19 ના 979 પુષ્ટિ થયેલા કેસ છે, જેમાંથી 86 લોકો સ્વસ્થ થયા છે

Similar News