અમદાવાદ : તબીબના ઘરમાં એન્જીનીયર યુવાને કરી હતી ચોરી, જુઓ કેમ બન્યો ચોર

Update: 2020-10-01 11:52 GMT

અમદાવાદમાં તબીબના ઘરે થયેલી લૂંટની ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. લોક ડાઉનદરમિયાન 30 હજારનું દેવું ચૂકવવા માટે એન્જિનિયર યુવકે લુંટ ચલાવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

સોલા વિસ્તારમાં આવેલા સોમવિલા બંગ્લોઝમાં 28મી સપ્ટેમ્બરના રોજ લૂંટની ઘટના બની હતી. જેમાં ડૉક્ટર પરિવારના સભ્યોને બંધક બનાવીને છરીની અણીએ રૂપિયા 52 હજારની લૂંટ કરવામાં આવી હતી. આ ગુના બદલ સોલા પોલીસે નીરવ પટેલ નામના યુવાનની  ધરપકડ કરી છે. આરોપીએ લૂંટ પહેલા બાઈકની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત લૂંટ સમયે પોલીસને ચકમો આપવા માટે ચાર વખત કપડાં પણ બદલ્યા હોવાની વિગતો સપાટી પર આવી છે. 

આરોપી નીરવ પટેલની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેણે MSc IT સુધીનો અભ્યાસ કર્યો છે. નીરવ પહેલા ખાનગી કંપનીમાં કામ કરતો હતો પરંતુ લૉકડાઉન સમય આર્થિક સંકડામણ વધી જતા પોતાના દૂરના કાકાના ઘરે લૂંટનું કાવતરું રચ્યું હતું. જોકે, કાકાના ઘરે પકડાઈ જવાનો ડર હતો. જેથી બાજુની સોસાયટીમાં લુંટની ઘટનાને અંજામ આપ્યો હતો.લૂંટનું તમામ માર્ગદર્શન તેણે ક્રાઈમની સિરિયલ અને વેબ સિરિઝ જોઈને મેળવ્યું હતું. લૂંટ પહેલા અને લૂંટ બાદ આયોજનપૂર્વક બાઈક ચોરી કરી હતી અને કપડાં બદલીને લૂંટને અંજામ આપ્યો હતો. આ કેસની તપાસ કરતી પોલીસને બાઈક ચોરી કરતા અને બનાવ બાદના CCTV મળ્યા હતા. જે બાદમાં પોલીસે આરોપી સુધી પહોંચી હતી.

Tags:    

Similar News