અમદાવાદ : ગાંધીધામના વેપારીનું અપહરણ પ્રકરણ, એટીએસના હાથે ફરાર આરોપી ઝડપાયાં

Update: 2021-02-01 15:22 GMT

કચ્છના ગાંધીધામમાં એક વેપારીનું અપહરણના કરનારા આરોપીઓને ઝડપી પાડવામાં ગુજરાત એટીએસની ટીમને સફળતા મળી છે. આરોપીઓએ મુકેશકુમાર અગ્રવાલનું તારીખ 19 જાન્યુઆરીના રોજ અપહરણ કર્યું હતું.

આરોપીઓ મુકેશકુમારને રાજસ્થાનના સચોર, જોધપુર રોડ અને જયપુર સહિતના સ્થળોએ ફર્યા હતાં અને તેની પાસેથી 35.60 લાખ રૂપિયાની માતબર રકમ પડાવી લીધી હતી. વેપારીના અપહરણના કેસમાં ATS દ્વારા 4 આરોપીઓની રાજસ્થાનમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં બે આરોપી સુરેશ અને રાકેશને જયપુરથી જયારે અન્ય બે આરોપી ત્રિલોક અને સંદીપને રાજસ્થાનના કાળિયાર ગામેથી પકડી પાડવામાં આવ્યા છે. એક આરોપી મનોજ વ્યાસ હજી ફરાર છે. એક આરોપી અગાઉ મુકેશકુમારના ત્યાં નોકરી કરતો હતો જેથી તેને ખબર હતી કે મુકેશકુમાર પાસેથી રૂપિયા મળી રહેશે. તેથી તેણે આખો પ્લાન કરી તેનું અપહરણ કર્યું હતું. અને એક વેગનાર કારમાં આ અપહરણ કરવામાં આવ્યું હતું. જે કાર ઝુંનઝુન ગ્રામ્ય પોસ્ટ પાસે અવાવરૂ વિસ્તારમાં મુકી ફરાર થઇ ગયાં હતાં.

Similar News