અમદાવાદ : અમેરિકી રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પને આવકારવા માટે વહીવટી તંત્ર સજ્જ

Update: 2020-02-14 05:59 GMT

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પના ૨૪મી ફેબ્રુઆરીએ અમદાવાદના કાર્યક્રમોને લઇને રાજ્ય વહીવટી તંત્રથી લઇ અમદાવાદ વહીવટી તંત્રએ પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. એમાં હવે ભાજપ સંગઠનને પણ સ્ટેડિયમને ભરચક કરવા સાથે રોડ શો દરમિયાન રસ્તાની બન્ને તરફ પૂરતી સંખ્યામાં નાગરિકોને લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડિયમના ગ્રાઉન્ડ પર આવશે. અહીં સવા લાખની જંગી મેદની વચ્ચે ‘કેમ છો ટ્રમ્પ?’ કાર્યક્રમ યોજાશે.

વિશાળ સ્ટેજની આસપાસ ઊભી કરવામાં આવનારી વિશેષ બેઠક વ્યવસ્થામાં ભારતના વિશિષ્ઠ આમંત્રિતો એવા ડિપ્લોમેટ્સ, ઉદ્યોગપતિઓ, સ્પોર્ટ્સ સેલિબ્રિટી, કેબિનેટ મિનિસ્ટર્સ, ગુજરાતના મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, સાંસદોનો સમાવેશ થાય છે. આ સિવાય પ્રેક્ષક દિર્ઘામાં એક લાખની મેદની માટે કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે. જેમાં અમદાવાદ, મહેસાણા અને સાબરકાંઠા શહેર અને જિલ્લામાંથી પચાસ હજારથી વધારે લોકો આવશે. કલેક્ટરે તેમના હસ્તકના આંગણવાડી અને આશાવર્કરો ઉપરાંત મેડિકલ સ્ટાફને પણ સાદા ડ્રેસમાં સ્ટેડિયમ ખાતે આવવા તૈયાર રહેવા સૂચના આપી છે. આ તમામ જિલ્લાઓમાંથી આવનારાઓ માટે સ્ટેડિયમથી દોઢ કિમી દૂર પાર્કિંગમાં વાહનોને પાર્ક કર્યા પછી ૨૨૦૦ બસો મારફતે સ્ટેડિયમ પર લાવવામાં આવશે.

Tags:    

Similar News