અમદાવાદ : લોકડાઉન બાદથી વિવિધ દંડ સ્વરૂપે 100 કરોડ રૂપિયાનો દંડ વસુલાયો

Update: 2020-12-12 10:40 GMT

કોરોના વાયરસના કારણે લોકડાઉનથી અત્યાર સુધીમા રાજ્યમાં માસ્ક સહિતના નિયમોનો ભંગ કરનારા પાસેથી પોલીસે રૂ. ૧૦૦ કરોડનો દંડ વસૂલ્યો છે. રાજયના ૨૨ લાખ લોકોએ માસ્ક નહી પહેરીને નિયમનો ભંગ કર્યો છે.

રાજયના પોલીસવડા આશિષ ભાટીયાના જણાવ્યા અનુસાર લોકડાઉનથી આજદિન સુધીમાં વિવિધ જાહેરનામાના ભંગ બદલ લોકો પાસેથી 100 કરોડ રૂપિયાના દંડની વસુલાત કરવામાં આવી છેે. રાજ્યમાં આ ઉપરાંત લોકડાઉન અને કરફ્યુનો ભંગ કરીને ગેરકાયદેસર રીતે વાહનો લઇને નિકળનારા લોકોના પાસેથી વાહનો ડીટેઇન કરીને અત્યાર સુધી પોલીસે ૫૫ કરોડથી પણ વધારે રૂપિયાનો દંડ વસુલવામા આવ્યો છે. આશિષ ભાટીયાએ જણાવ્યુ છે કે કોરોનાના લોકો સંક્રમીત ના થાય અને કામ વગર બહાર ના નીકળે તે માટે સરકારે રાત્રિ કરફયુ જાહેર કર્યો છે. અને તેના અમલ માટે રાજ્યની પોલીસ કટિબદ્ધ છે જે લોકો જાહેરનામાનો ભંગ કરે છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

રાજ્યમાં તેમ છતાં કેટલાક લોકો નિયમોનો ભંગ કરતા હોવાથી કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યો છે. આ ઉપરાંત ફરજીયાત માસ્ક પહેરીને જ લોકોએ બહાર નિકળવાનુ કહ્યુ હોવા છતાં નિયમોનુ પાલન કરાતુ નથી. જેથી માસ્કના નિયમોનો ભંગ કરનારા લોકો પાસેથી ગુજરાત પોલીસે ૧૦૦ કરોડ રૂપિયાથી પણ દંડ વસુલ કરવામા આવ્યો છે આમ લોકડાઉન થી અત્યારસુધીમાં લાખો લોકોએ જાહેરનામાનો ભંગ કર્યો છે.

Tags:    

Similar News