રૂપિયા ૭૪૫ કરોડની જૂની નોટો બદલીને અમદાવાદ કો.ઓપ.બેન્ક દેશમાં પહેલા ક્રમે

Update: 2018-09-18 11:24 GMT

અમિત શાહ છે બેંકના ડાયરેક્ટર

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ જેમાં ડાયરેક્ટર છે તે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કમાં નોટબંધી વખતે સૌથી વધારે જૂની ચલણી નોટો બદલાઈ હતી.એક RTIના જવાબમાં દેશની કો ઓપરેટિવ બેન્કોમાં નોટબંધી દરમિયાન જૂની નોટો સામે બદલવામાં આવેલી નવી નોટોની જાણકારી આપવામાં આવી છે. જે પ્રમાણે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કમાં ૭૪૫ કરોડ રૂપિયાની જૂન નોટો બદલવામાં આવી હતી.

બીજા ક્રમે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક છે. જેના અધ્યક્ષ ભાજપના જ ગુજરાત સરકારના મંત્રી જયેશ રાદડીયા છે.ત્રીજા ક્રમે પૂણે ડિસ્ટ્રિક્ટ સહકારી બેન્ક છે. જેના ચેરમેન એનસીપીના પૂર્વ નેતા રમેશ થોરાટ છે. જ્યારે ચોથા ક્રમે આવતી કાંગરા જિલ્લા ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કમાં ૫૪૩ કરોડ રૂપિયા બદલવામાં આવ્યા હતા.

બેંકના અધ્યક્ષ કોંગ્રેસના નેતા જગદીશ સપેહિયા છે. પાંચમા ક્રમે સુરતની સુરત ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક છે. જેમાં ૩૬૯ કરોડની ચલણી નોટો બદલવામાં આવી હતી. જેના અધ્યક્ષ ભાજપના નેતા નરેશ પટેલ છે. છઠ્ઠા ક્રમે રહેલી સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કમાંથી ૩૨૮ કરોડની નોટો બદલાઈ હતી. જેના ચેરમેન ભાજપના નેતા મહેશભાઈ પટેલ છે.

Similar News