અમદાવાદ : પોલીસ તંત્રમાં થયો કોરોના “વિસ્ફોટ”, તમામ પોલીસ કર્મીઓના આરોગ્યની કરાશે તપાસ

Update: 2020-12-16 08:56 GMT

કોરોના મહામારીને રોકવા સૌથી વધારે પ્રયત્નશીલ હોય તો તે રાજ્યનું પોલીસ વિભાગ છે. પરંતુ આજ પોલીસકર્મીઓ હવે કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં અમદાવાદ શહેરમાં 325થી વધુ પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. શહેરમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થતાં તમામ પોલીસકર્મીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી છે.

કોરોના મહામારી વચ્ચે અમદાવાદ શહેરમાં પોલીસ લોકો વચ્ચે જઈને કામ કરી રહી છે, ત્યારે લોકો કોરોનાગ્રસ્ત ન થાય તે માટે પોલીસમાં પોતાને પણ સુપર સ્પ્રેડર બનવાનો ભય રહે છે. આ સંજોગોમાં પોલીસ કર્મચારીને શરદી, તાવ કે કોરોનાની ભીતિ જણાય તો તરત સારવાર અપાવવા માટે તાકીદ કરવામાં આવી છે. જાન્યુઆરી માસમાં તમામ પોલીસની કોરોના તપાસ કરવામાં આવશે. પોલીસ કોરોનાગ્રસ્ત બન્યા હોય તેવો આંકડો સતત કૂદકો લગાવી રહ્યો છે. અત્યાર સુધીમાં 1100 પોલીસકર્મી કોરોનાગ્રસ્ત બની ચૂક્યાં છે. જેમાંથી 13 પોલીસકર્મીના મૃત્યુ પણ નિપજ્યાં છે.

3 દિવસમાં વધુ 2 પોલીસકર્મચારી કોરોનાનો ભોગ બન્યાં છે. પોલીસ હેડ કવાર્ટરના કૂક અને નારણપુરાના એ.એસ.આઈ.મુ કોરોનાના કારણે મૃત્યુ થયું છે. કોરોના તપાસ દરમ્યાન પોલીસમાં કોરોનાનો આંક સતત વધી રહ્યો છે. વિતેલા 15 દિવસમાં કુલ 4600 પોલીસ કર્મચારીના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે, તેમાંથી 326 પોલીસને કોરોના થયો છે. મોટાભાગના પોલીસ કર્મચારીને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં કુલ 14000 પોલીસ કર્મચારીના RT-PCR કોરોના ટેસ્ટ કરવાના છે, જેમાંથી 4600 જેટલા પોલીસકર્મીના કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે.

Tags:    

Similar News