અમદાવાદ : GMDC મેદાનમાં ક્રિકેટ રસિકોનો જમાવડો, ગાઇડલાઇનના ઉડયાં ધજાગરાં

Update: 2020-07-26 08:41 GMT

અમદાવાદમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી હોવા છતાં લોકો બેદરકાર જણાય રહયાં છે. અમદાવાદના જીએમડીસી મેદાન ખાતે રવિવારની રજામાં લોકો ક્રિકેટ રમવા માટે ઉમટી પડતાં કોરોના વાયરસના સંક્રમણનો ખતરો વધ્યો છે.

કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં કોરોના વાયરસ અટકવાનું નામ નથી લઇ રહયો પણ લોકો હજી પણ બેદરકારી દાખવી રહયાં છે. અમદાવાદ ખાતે આવેલાં જીએમડીસી મેદાન ખાતે રવિવારના રોજ કોરોના વાયરસને ખુલ્લુ આમંત્રણ આપતાં હોય તે રીતે લોકો ક્રિકેટ રમવા માટે ઉમટી પડયાં હતાં. લોકો માસ્ક પહેર્યા વિના અને એકબીજા વચ્ચે અંતર જાળવ્યા વિના ક્રિકેટની મોજ માણતા જોવા મળ્યાં હતાં. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે સરકાર અને વહીવટીતંત્ર દિવસ- રાત એક કરી રહયું છે તેવામાં લોકોની આવી બેદરકારીથી કોરોનાનું સંક્રમણ વધવાનો ભય ફેલાયો છે.  કોરોના વાયરસનો કહેર રોકવા માટે માસ્ક નહિ પહેરનારાઓ પાસેથી 500 રૂપિયાનો દંડ લેવામાં આવી રહયો છે ત્યારે જીએમડીસી મેદાનમાં એકત્ર થતાં લોકો સામે પોલીસ અને કોર્પોરેશન શું કાર્યવાહી કરે છે તે જોવું રહયું….. 

Tags:    

Similar News