અમદાવાદ: હાઇ સિક્યુરીટી વચ્ચે ગૃહપ્રધાન અમિત શાહે મતદાન કર્યું, જુઓ મીડિયા સાથેની વાતચીતમાં શું કહ્યું

Update: 2021-02-21 07:35 GMT

અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે સહપરિવાર નારણપુરા ખાતે મતદાન કર્યું હતું અને ભાજપની પ્રચંડ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો

અમદાવાદ મહાનગર પાલિકામાં મતદાન કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોચ્યા હતા તેમણે નારણપુરા ખાતે સહપરિવાર મતદાન કર્યું હતું. તેઓ પત્ની પુત્ર તથા પુત્રવધુ સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતાં. તેમની સાથે અમદાવાદના પૂર્વ મેયર ગૌતમ શાહ સહિતના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. સુરક્ષા વ્યવસ્થાના કારણોસર શહેરના નારણપુરામાં મતદાન મથક હાઈસિક્યુરિટી ઝોનમાં ફેરવાયું હતું અને સમગ્ર વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચની ફોર્સ પણ ઉતારી દેવામાં આવી હતી. અમિત શાહે તેમના પરિવારના તમામ લોકો સાથે મતદાન કર્યું હતું અને વિકટરી ની સાઇન બતાવી હતી. આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ ભાજપની પ્રચંડ જીતનો આશાવાદ વ્યકત કર્યો હતો

Tags:    

Similar News