અમદાવાદ : ઇસરોના વૈજ્ઞાનિકનો દાવો, તેમને ઝેર આપી મારી નાંખવાનો થયો પ્રયાસ,વાંચો કોણ છે આ વૈજ્ઞાનિક

Update: 2021-01-06 03:40 GMT

ભારતીય અવકાશ સંસ્થા ઇસરોના વૈજ્ઞાનિક અને અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરના પૂર્વ ડાયરેક્ટર તપન મિશ્રાએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે તેમને ઝેર આપવામાં આવ્યું હતું. આ ઝેર તેમને પ્રમોશન ઈન્ટરવ્યુ દરમિયાન નાસ્તામાં મેળવીને આપવામાં આવ્યું હતું, લંચ બાદ અપાયેલા નાસ્તાની ચટણીમાં ઝેર ભેળવવામાં આવ્યું હતું પણ તેમને સાઉથ ઇન્ડિયન ફુડ ભાવતું ન હોવાથી ઓછો નાસ્તો કર્યો હોવાના કારણે તેમનો જીવ બચી ગયો હતો. તપન મિશ્રાએ કરેલા દાવા મુજબ તેમને મારવા માટે ત્રણ વખત પ્રયાસો કરવામાં આવ્યાં હતાં.

ઇસરોના વૈજ્ઞાનિક તપન મિશ્રા 31મી જાન્યુઆરીના રોજ નિવૃત થઇ રહયાં છે અને નિવૃતિ પહેલાં તેમણે સોશિયલ મિડીયામાં કરેલા દાવાથી સનસનાટી મચી ગઇ છે. તેમણે ફેસબુક  ઉપર  ડો. વિક્રમ સારાભાઇનાં રહસ્યમય મોતનો હવાલો આપી તેમણે પરિવાર અને પોતાને બચાવવા માટે જાહેર અપીલ કરી છે. તેમણે કરેલા દાવા અનુસાર 23 મે 2017નાં રોજ ઇસરોનાં હેડક્વાર્ટર બેંગલોર ખાતે એક પ્રમોશન ઇન્ટરવ્યુ દરમિયાન મને આર્સેનિક ટ્રાયોક્સાઇડ નામનું ઝેર આપીને મારી નાખવાનો પ્રયત્ન થયો હતો. આ ઘાતક કેમિકલ કદાચ લંચ પછી પીરસાયેલા નાસ્તાની ચટણી સાથે મિક્સ કરાયું હતું. જો આ ઝેર વધારે સમય તેમના શરીરમાં રહયું હોત તો તેમના લોહીને કલોટીંગ કરી નાંખત અને તેમને હદયરોગનો હુમલો આવી ગયો હતો. પણ પેટમાં થોડા બચેલા આર્સેનિકને લીધે બે વર્ષ સુધી મને એટલું બ્લીડિંગ થયું કે મેં 30થી 40 ટકા લોહી ગુમાવ્યું. મને ગંભીર શ્વાસની બીમારી, ચામડી પર ફોલ્લીઓ, ચામડી ઉતરવી, નખ ઉતરી જવા, ન્યુરોલોજીકલ અને ફંગલ ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ પણ થઇ. ઝાયડસ કેડિલા અમદાવાદ, ટાટા મેમોરીયલ મુંબઇ અને એઇમ્સ દિલ્હી હોસ્પિટલના તબીબો તથા  સ્ટાફે  બે વર્ષ મારી પાછળ ખૂબ મહેનત કરી છે. એઇમ્સના ડો. સુધીર ગુપ્તાએ કહ્યું કે, તેમની કારકિર્દીમાં આસેસિનેશન ગ્રેડ મોલેક્યલર As2O3થી કોઇ બચ્યું હોય તેવો આ પ્રથમ કેસ છે.

અમદાવાદ ખાતે 3 મે, 2018નાં રોજ સેક-ઇસરો ખાતે મોટો ધડાકો થયો જેમાં હું બચી ગયો. આ ધડાકામાં રૂ. 100 કરોડની લેબ નાશ પામી હતી. જુલાઇ 2019માં એક ઇન્ડિયન અમેરિકન પ્રોફેસરે તેમને મો નહિ ખોલવા ધમકી આપી હોવાનો પણ દાવો કરાયો છે.  12 જુલાઇ, 2019નાં રોજ પણ મને હાઇડ્રોજન સાયનાઇડથી મારી નાંખવા પ્રયત્ન થયો. એનએસજી ટ્રેઇન્ડ મારા સિક્યુરિટી ઓફિસરને લીધે હું બચી ગયો. ચંદ્રયાન 2નાં લોન્ચનાં બે દિવસ પહેલાં જ આ હુમલો થયો. કદાચ હું તે ઇવેન્ટમાં હાજર ન રહું તે માટે. છેલ્લા બે વર્ષમાં મારા ઘરમાં કોબ્રા, ક્રેઇટ જેવા ઝેરી સાપ મળી આવે છે. સાપને ટાળવા દરેક 10 ફૂટે કાર્બોલિક એસિડનાં વેન્ટ હોવા છતાં તે સાપ મળી આવ્યા. એક દિવસ મારા ઘરમાંથી એલ આકારની ટનલ મળી આવી જ્યાંથી આ સાપ છોડાતાં હતાં. આમ ઇસરોના વૈજ્ઞાનિકના દાવા બાદ સમગ્ર દેશમાં સનસનાટી મચી ગઇ છે. 

Tags:    

Similar News