અમદાવાદ: મોટા બિલ્ડર ગ્રુપ અને વકીલ પર ખેડૂતોએ લગાવ્યો બ્લેકમેઇલીંગનો આરોપ, જુઓ શું છે મામલો

Update: 2021-02-12 09:46 GMT

અમદાવાદના કલોલ તાલુકાના સાંતેજ અને રકનપુર ગામના ખેડૂતોએ અમદાવાદના એક વકીલ નિમેષ પટેલ અને અમદાવાદના એક મોટા બિલ્ડર ગ્રુપ પર પાવર ઓફ એટર્ની કરાવી બ્લેકમેઇલિંગનો આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો છે. આ આખું ષડયંત્ર હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે અને આ બાબતે રાજ્યના સીએમ સુધી રજૂઆત કરવામાં આવી છે.

કલોલના સાંતેજ અને રકનપૂર ગામના ખેડૂતોએ ભેગા થઇ પત્રકાર પરિષદમાં વારંવાર નિમેષ પટેલ નામના વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ નિમેષ પટેલ પોતાની ઓળખાણ વકીલ તરીકે આપે છે. તેમજ ગામના ખેડૂતોને લોભામણી લાલચો આપી નોટરી દ્વારા પાવર ઓફ એટર્ની કરાવી બ્લેકમેઇલ કરવાનોનું ષડયંત્ર કરતો હોય છે.

ખેડૂતોને આ વાતની જાણ થતા તમામ પીડિત ખેડૂતોએ એકઠા થઇ નિમેષ પટેલથી ગામના લોકોને બચાવવા માટે વિરોધ કરવામાં આવ્યો હતો.ખેડૂતોનું કેહવું છે કે નિમેષ પટેલ જેમણે પોતાની ઓળખ વકીલ તરીકે આપી છે નિમેષ પટેલે સનત લીધેલ નથી અને તે કોઈ વકીલ નથી. માત્ર ખડૂતોને વિશ્વાસમાં લેવા માટે તે પોતાની વકીલ તરીકેની ખોટી ઓળખાણ આપતો હોવાનો ખુલાસો થયો છે. અને અમદાવાદના મોટા બિલ્ડરગ્રુપ સાથે મળી ખેડૂતો સાથે ષડયંત્ર કરી જમીનો હડપે છે અને અમારા ગામ અને આસપાસના અનેક ગામોમાં પણ ખેડૂતો આ ષડયંત્રના ભોગ બન્યા છે સહિતના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

ખેડૂતોએ જણાવ્યું હતું કે વધુમાં જણાવ્યુ હતું કે સાત બારના ઉતારા મુજબ પીડિત ખેડૂતોની જમીન ઉપર અમિરાજ ગ્રુપના નીતિન પટેલ અને મહેશ પટેલનું નામ બોલાય છે. આમ નિમેષ પટેલે ખેડૂતોને વિશ્વાસમાં લઇ અમિરાજ ગ્રુપના મલિક નીતિન પટેલ અને મહેશ પટેલ સાથે મળી કાવતરું રચ્યા હોવાના આક્ષેપો કર્યા છે અને આ બાબતે સી.એમ.વિજય રૂપાણી સુધી રજૂઆત કરવામાં આવી છે.

Tags:    

Similar News