અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓકટોબરે સી પ્લેનમાં જશે અમદાવાદથી કેવડીયા, જુઓ કેવી છે તૈયારી

Update: 2020-09-10 10:26 GMT

ગુજરાતમાં 31મી ઓકટોબરના રોજથી સી પ્લેનની સેવા શરૂ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના સાબરમતી રીવર ફ્રન્ટથી સી પ્લેનમાં બેસી કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જશે……

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વચ્ચે ઓક્ટોબરમાં  ‘સી’ પ્લેન ઉડાન ભરશે. શનિવારના રોજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની એક ટીમ અમદાવાદ આવી હતી. ટીમે જ્યાં પુલ બનાવવામાં આવી રહ્યો છે તેની પાસે જળ એરોડ્રોમની મુલાકાત લીધી હતી.સાબરમતી રિવર ફ્રન્ટ પર તેના માટે તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી  છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરના રોજ સાબરમતી રિવર ફ્રન્ટ ઉપરથી સી પ્લેનમાં બેસી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો  આ ડ્રિમ પ્રોજેકટ છે અને જ્યારે તેઓ રાજ્યના સીએમ હતા ત્યારે આ સપનું જોયું હતું અને હવે આ સપનું પૂર્ણ થઇ રહ્યું છે  31 ઓક્ટોબરને અનુલક્ષી  ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી, જેમાં વોટર એરોડ્રોમ કામગીરીની  સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આંબેડકર બ્રિજ નજીક સાબરમતી રિવરફ્રન્ટ પર ટિકિટની કિંમત પ્રતિ વ્યક્તિ 4,800 રૂપિયા રહેશે. આ સેવા 31 ઓક્ટોબરથી શરૂ  થશે જેને લઇ અહીં તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં ચાર વોટર એરોડ્રોમ બનાવવામાં આવશે, જ્યાંથી હવાઈ સેવા શરૂ થશે. આ ચાર વોટર એરોડ્રોમ્સમાં  સાબરમતી રિવરફ્રન્ટ-અમદાવાદ, કેવડિયા સરદાર સરોવર ડેમ, શેત્રુંજય દામ-પાલિતાણા (ભાવનગર), અને ધરોઇ ડેમ-મહેસાણનો સમાવેશ થવા જાય છે. દ્વિપક્ષીય વિમાન વોટર એરોડ્રોમમાં ઉડાન ભરશે. આ સિવાય વોટર એરોડ્રોમને અડીને જમીન અને તેની નજીકની જમીન પર ટર્મિનલ બિલ્ડિંગ બનાવવામાં આવશે.

Tags:    

Similar News