અમદાવાદ : પોલીસ હેડકવાટર્સ ખાતે કરાયું ધ્વજવંદન, પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તે લહેરાવ્યો તિરંગો

Update: 2021-01-26 09:32 GMT

અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલાં પોલીસ હેડકવાટર્સ ખાતે મંગળવારના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ બેન્ડની સુરાવલી વચ્ચે પોલીસ કમિશ્નરના હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.

અમદાવાદમાં 72 માં પ્રજાસત્તાક દિન નિમિતે પોલીસ હેડ કવાટર ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.. જેમાં તમામ ડિવિઝનના એસીપી, સેક્ટર 1 અને 2 ના જેસીપી, હેડ કવાટર જેસીપી, સ્પેશિયલ બ્રાન્ચના જેસીપી તથા તમામ ઝોનના ડીસીપી હાજર રહ્યા હતાં. જેમાં અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના હસ્તે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન 10 જેટલી પ્લાંટુન તથા ટ્રાફિક ના જવાનો દ્વારા પણ પરેડ કરવામાં આવી હતી.

ધ્વજવંદન સમારંભના મુખ્ય મહેમાન અને અમદાવાદના પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે પોલીસ જવાનોની સલામી સ્વીકારી હતી. સંજય શ્રીવાસ્તવ હસ્તે ઝોન 7 ડીસીપી પ્રેમસુખ ડેલુંને વીજ ચોરી રોકવવા માટે જે ઉમદા કામગીરી કરવામાં આવી છે તે બદલ તેમને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.. સાથે સાથે એમ.પી શાહ, એમ.ટી શેખસનને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરાયાં હતાં. આ ઉપરાંત કે.જે ચાંદના સીપી ઓફીસ કોમ્પ્યુટર સેક્શનમાં રાષ્ટ્રપતિ ચંદ્રક તથા એએસઆઇ બળવંત ભાઈ ગોહિલ ક્રાઇમ બ્રાન્ચ રાષ્ટ્રપતિ ચંદ્રક આપવવામાં આવ્યા હતા.

Tags:    

Similar News