અમદાવાદ : અમદાવાદના રીકશાચાલકો મંગળવારે કરશે હડતાળ, જુઓ શું છે તેમની માંગણીઓ

Update: 2020-07-06 12:06 GMT

અમદાવાદના બે લાખ કરતાં વધારે રીકશાચાલકો મંગળવારના રોજ તેમની પડતર માંગણીઓ સંદર્ભમાં હડતાળ પર જવાના છે. રીકશાચાલકોની હડતાળના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.

લોકડાઉનના કારણે બે મહિના સુધી રીકશાઓ બંધ રહી હતી. રીકશાઓ બંધ રહેતાં રીકશાચાલકોની હાલત કફોડી બની હતી અને તેમને પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. દિલ્લી અને તેલંગાણા સરકારે રીકશાચાલકોને આપેલી રાહત ગુજરાત સરકાર પણ આપે તેવી માંગ રીકશાચાલકો કરી રહયાં છે.આ ઉપરાંત ગુજરાત સરકાર 5 હજાર રૂપિયા લેખે ત્રણ મહિનાના 15,000 રૂપિયા સહાય આપે તેવી પણ તેમની માંગણી છે.

વધુમાં રીક્ષા ચાલકોના વીજ બિલ અને બાળકોની સ્કૂલ ફી અને મ્યુનિસિપલ ટેક્ષ બિલ માફ કરવાની માંગ પણ અમદાવાદના રીકશાચાલકોએ કરી રહી છે. પોતાની પડતર માંગણીઓના સંદર્ભમાં રીકશાચાલકો 7 જુલાઈ ના રોજ એક દિવસ ની પ્રતીક હડતાળ પર ઉતરશે. કોંગ્રેસ પણ આ રીક્ષા યુનિયનોને ટેકો જાહેર કર્યો છે. સરકાર માંગણીઓ નહિ સ્વીકારે તો 10 જુલાઈના રોજ GMDC ખાતે વિશાળ સભા નું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે.

Similar News