અમદાવાદ : સાબરમતી રીવરફ્રન્ટ ખાતે કેન્દ્રની ટીમના ધામા, જુઓ શું છે કારણ

Update: 2020-10-20 11:13 GMT

રાજયમાં સી પ્લેનને લઈ તડામાર તૈયારીઓ શરૂ થઇ છે. કેન્દ્રની ટીમે અમદાવાદમાં ધામા નાખ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તૈયાર થયેલ વોટર એરોડ્રામની મુલાકાતે ટીમ આવી હતી. નદી પર લાગેલી જેટીનું નિરીક્ષણ પણ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. સી પ્લેનનું ટેક ઓફ અને લેન્ડિંગ કઈ રીતે થશે તેની માહિતી મેળવી હતી.

31મી ઓક્ટોબરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી પ્લેન પ્રોજેક્ટનો પ્રારંભ કરાવી શકે છે. જોકે આ અંગે હજુ કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી પરંતુ તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે રિહર્સલ અને નિરીક્ષણની કામગીરી ચાલી રહી છે. જેટી પાસે ટિકિટ વિન્ડોની બિલ્ડીંગ તૈયાર થઈ રહી છે. દેશમાં પ્રથમ સી પ્લેનનો પ્રોજેકટ અમદાવાદમાં થઈ રહ્યો તૈયાર તેને લઇ લોકો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

દિલ્હીથી એવિએશન વિભાગની ટીમે અમદાવાદ ખાતે ધામા નાખ્યા છે. જાણકાર સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ 31ઓક્ટોબરના રોજ ફરી એકવાર વડાપ્રધાન મોદી સી પ્લેનનો ઉપયોગ અહીંથી કરશે. અમદાવાદ સાબરમતી રિવરફ્ન્ટ પરથી સી પ્લેનના માધ્યમથી તેઓ સરદાર સરોવર ડેમ જઇ શકે છે. હાલ કોઇ સત્તાવાર માહિતી આપવામા નથી. પરંતુ સાબરમતી રિવરફ્ન્ટ પર એવિએશન વિભાગ, પોલીસ, એએમસી અને સિંચાઈ વિભાગના અધિકારીઓએ રિવરફ્ન્ટની મુલાકાત કરી સમગ્ર સ્થિતિ નિરીક્ષણ કર્યું હતું.

Tags:    

Similar News