અમદાવાદ : સોલર એનર્જી માટે ડીપોઝીટની રકમ પ્રતિ મેગાવોટ 25 લાખ રૂપિયાથી ઘટાડી 5 લાખ રૂપિયા કરાઇ

Update: 2020-12-29 08:15 GMT

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉર્જા મંત્રી સૌરભ પટેલે નવી સોલર પોલીસીની જાહેરાત કરી છે. જેમાં સોલર એનર્જી માટે ડીપોઝીટની રકમ પ્રતિ મેગાવોટ 25 લાખ રૂપિયાથી ઘટાડી 5 લાખ રૂપિયા કરવા સહિત અનેક મહત્વની જોગવાઇઓ કરવામાં આવી છે.

રાજ્યમાં સ્વચ્છ, પર્યાવરણલક્ષી અને સાતત્યપૂર્ણ ઊર્જાને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર નવી "ગુજરાત સોલર પાવર પોલીસી ૨૦૨૧" ને અમલમાં મુકવા જઈ રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ નવી સોલાર પોલિસીના પરિણામે રાજ્યમાં સૌર ઊર્જાનો વપરાશ-ઉત્પાદન વધવાથી ઊદ્યોગકારોની પ્રોડકશન કોસ્ટ નીચી જાય અને ‘મેઇડ ઇન ગુજરાત’ બ્રાન્ડ દુનિયામાં છવાઇ જાય તેવી આપણી નેમ છે. તેમણે નવી પોલિસીનો અભિગમ વધુ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, સૌર ઊર્જા-સોલાર એનર્જીના પરિણામે પરંપરાગત ઊર્જા સ્ત્રોત એવા કોલસા આધારિત વીજ ઉત્પાદન ઘટશે અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી – ગ્રીન કલીન એનર્જી ઉત્પાદનને પ્રોત્સાહન મળશે.

લઘુ-મધ્યમ અને મોટા ઉદ્યોગો સોલાર એનર્જી વપરાશ માટે પ્રોત્સાહિત થવાથી તેમની પ્રોડકશન કોસ્ટ ઘટશે. તેમણે આ પોલીસીની વિગતો આપતા કહ્યુ કે રાજ્યના લઘુ-MSME, મધ્યમ ઊદ્યોગોની પ્રોડકશન કોસ્ટ સોલાર એનર્જીના વપરાશને કારણે ઘટશે. એટલું જ નહિ, આવા ઊદ્યોગો સહિત રાજ્યના મોટા ઊદ્યોગો પાણ વર્લ્ડ માર્કેટમાં કોમ્પીટીશનમાં ઊભા રહી શકશે.

Tags:    

Similar News