અમદાવાદ : લોકડાઉન વેળા છેલ્લા 4 મહિનાથી બંધ છે જીમ, માલિક-ટ્રેનર્સની હાલત બની કફોડી

Update: 2020-06-26 13:05 GMT

લોકડાઉન દરમ્યાન છેલ્લા 4 મહિનાથી રાજ્યભરના જીમને બંધ રાખવામાં આવ્યા છે, ત્યારે અમદાવાદના જીમ સંચાલકોએ વહીવટી તંત્ર પાસે જીમને ફરી રાબેતા મુજબ કરવાની માંગ કરી હતી.

કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉન દરમ્યાન છેલ્લા 4 મહિનાથી રાજ્યભર જીમ બંધ રાખવામાં આવ્યા છે, ત્યારે અમદાવાદ શહેરના કુલ 350 જેટલા જીમના સંચાલકોએ જીમને ફરી રાબેતા મુજબ કરવા માટે વહીવટી તંત્ર પાસે માંગ કરી છે.

અમદાવાદ શહેરમાં લોકડાઉન દરમ્યાન એવી પરિસ્થિતી સર્જાઈ છે કે, જીમના માલિકો અને સંચાલકો પાસે હવે જીમના ભાડા ચૂકવવા માટે પણ રૂપિયા નથી. જેના કારણે માલિકો તેમજ ટ્રેનર્સની હાલત અત્યંત કફોડી બની છે. જોકે આવા કપરા સમયમાં તમામ જીમ સંચાલકોને લાખો રૂપિયાનું નુકશાન થયું છે, ત્યારે હાલ જીમ સંચાલકો વહીવટી તંત્ર પાસે જીમને રાબેતા મુજબ કરવા માંગ કરી રહ્યા છે.

Tags:    

Similar News